________________
શ્રી કે. લાલ
- ૩૯૧ નિરાશ થવું એ કે. લાલના સ્વભાવમાં જ નથી. એમને સુંદર દેહની સાથે મધુર કંઠની પણ બક્ષિસ મળી છે. એ તો પોતાના ભાઈ સાથે કલકત્તાના જુદા-જુદા લત્તાઓમાં ભક્તકવિ દુલાકાગનાં ગીતો લલકારતા જાય અને કાપડની ફેરી કરતા જાય. જોતજોતામાં એમના પુરુષાર્થને યારી મળી, અને થોડા જ વર્ષોમાં કલકત્તામાં બનારસી તથા બીજા ફેન્સી કાપડની એમની ધીકતી પેઢી ચાલુ થઈ ગઈ. એ પેઢીનું નામ કે. છોટાલાલની કંપની. એ પેઢીની જમાવટમાં કે. લાલની જાદુઈ કરામત દેખાઈ આવે છે !
આમ કે. લાલ ભારે યશસ્વી સેલ્સમેન બન્યા; પણ એમનું મન તો જાદુના ખેલોમાં જ રમ્યા કરે. મોટામોટા જાદુગરોના પ્રયોગોના ભેદ જાણવા અને નવાનવા પ્રયોગો શોધવા – એની જ એમને રાતદિવસ લગની. સાહિત્ય પણ એવું જ વાંચે, સોબત પણ એવી જ; અને એ માટે ખર્ચ કરવામાં પાછું વાળીને ન જુએ!
પણ આવું લપસણું વ્યસન લાગવા છતાં એ માંસ-મદિરાથી તો બચ્યા જ; પણ સિગરેટ, સિનેમા અને હોટલનો પણ ખપ નહિ! સદાચાર એમનો સ્વભાવ છે, કુટુંબવાત્સલ્ય એમના લોહીમાં ભરેલું છે. સૌરાષ્ટ્રને શોભાવે એવી મહેમાનગતિ અને સંબંધને કેળવવા અને જાળવવાની વૃત્તિ એમનામાં સહેજે દેખાઈ આવે છે.
એમનો સ્ટાફ ૩૦-૩૫ માણસોનો છે; એમાં બંગાળનાં અનેક યુવકો અને યુવતીઓ પણ છે. કોઈના પણ વર્તનમાં ખામી ન આવે એ માટે એ સદા સજાગ રહે છે, અને બધાંને નિરામિષ છતાં સંતોષકારક ભોજન મળી રહે એવી વ્યવસ્થા ગમે તે ખર્ચ કરવામાં આનંદ માને છે.
એમને ધર્મ તરફ સારી રુચિ છે : પોતાના ખેલનો પ્રારંભ તેઓ નવકારમંત્રનું સ્મરણ કરીને કરે છે. અવસર મળે ત્યારે એ તીર્થયાત્રા પણ કરે છે અને સાથે માર્ગે બે પૈસા વાપરે પણ છે.
આવી અદ્ભુત વિઘાથી એમને પૈસો તો મળે જ છે; પણ પૈસા કરતાં પોતાની સફળતા દ્વારા પોતાનું, પોતાનું કુટુંબનું અને દેશનું નામ રોશન કરવાની એમને વિશેષ તમન્ના છે. હાલ પરદેશનો પ્રવાસ ખેડવાની તેઓ તૈયારી કરી રહ્યા છે. એમની સાધના એમને ભારે કામિયાબી અપાવશે એમાં શંકા નથી; પણ આ સાધના પાછળ કે. લાલને કેટલો પુરુષાર્થ ખેડવો પડ્યો છે !
પેઢી ચલાવવામાં આવા કાબેલ કમાઉ છોકરાને જાદુ જેવી હલકી મનાતી વિદ્યા માટે અનુમતિ આપવા પિતા તૈયાર નહોતા થયા ? એમાં જાતની; કુટુંબની કે ધર્મની શી શોભા ? ઊલટું ભ્રષ્ટ થવાનો જ ભય ! અને પૈસો તો દુકાને બેઠાં-બેઠાં પણ જોઈએ તેટલો મળી રહે છે; પછી આવા માર્ગે શા માટે જવું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org