________________
૩૮૪
(૪) યુગસર્જક કલાપુરુષ શ્રી રવિશંકર રાવળ
પુણ્યશ્લોક શ્રી રવિશંકર રાવળનું નામ અને કામ ગુજરાતના ઈસ્વીસનના વીસમા સૈકાના સંસ્કારસ્વામીઓ, કળાપુરુષો અને પ્રજાજીવનના ઘડવૈયાઓમાં પ્રથમ પંક્તિમાં આદર-બહુમાનભર્યું સ્થાન મેળવે એવું છે.
છ-એક દાયકા જેટલા વિશાળ સમયપટ પર વિસ્તરેલા પોતાના કાર્યકાળ દરમ્યાન, એમણે માનવી કે માનવજીવનને સ્પર્શતાં તથા કુદરતની ગરિમાનું દર્શન કરાવતાં, હૃદયસ્પર્શી કહી શકાય એવાં અસંખ્ય રંગીન તેમ જ એકાંગી (? એકરંગી ?) ચિત્રો અને રેખાંકનો ઉપરાંત કળાનિપુણ, સિદ્ધહસ્ત અને નામાંકિત અનેક ચિત્રકળાકારો પણ ગુજરાતને ભેટ આપ્યાં છે.
અમૃત-સમીપે
ગુજરાતની ચિત્રકળા દ્વારા ગુજરાતની આગવી સંસ્કૃતિનાં દર્શન કરાવવાની સાથે-સાથે, દેશના જુદા-જુદા પ્રદેશોનો, વિદેશોનો તથા દેશ-વિદેશના કળાવિશારદોનો અભ્યાસપૂર્ણ સંપર્ક સાધીને એમણે ગુજરાતની કળા અન્ય સ્થાનોની આધુનિક કળાઓની વિશેષતાઓને ઝીલીને, વધારે સમૃદ્ધ બને એ માટે સતત જાગૃતિ રાખી છે અને એ માટે પૂર્ણ યોગથી અદ્ભુત પુરુષાર્થ પણ કર્યો છે.
ગુજરાતની ચિત્રક્શાને સજીવન અને સમૃદ્ધ કરવાની શ્રી રવિભાઈની આવી અસાધારણ ચીવટ અને કામગીરીને જોઈને, ગુજરાતના કળાક્ષેત્રે એમના યુગને ‘રવિયુગ' તરીકે ઓળખાવીએ અને એમની દીર્ઘકાલીન સેવાઓને ‘યુગસર્જક’ (ચિત્રકલાના યુગસ્રષ્ટા)ના મહાન કાર્ય તરીકે બિરદાવીએ તો એમાં જરા યે અતિશયોક્તિ નથી થતી એ સ્વીકારવું જોઈએ.
આપણા આદરણીય આ મહાપુરુષને ગુજરાત ‘કળાગુરુ' તરીકે ઓળખે છે તે બિલકુલ યથાર્થ છે. પ્રાચીન કાળના ઋષિની યાદ આપતા શ્રી રવિભાઈએ વિદ્યાનિષ્ઠ અને શિષ્યવત્સલ ગુરુ તરીકે એક-એકથી ચડિયાતા કેવા શિષ્યો તૈયાર કર્યા છે, અને ગુજરાતની કળાસમૃદ્ધિમાં કેટલો બધો વધારો કરી આપ્યો છે ! અને એમ કરીને એમણે ગુજરાતની ચિત્રકળા-સમૃદ્ધિને ભારતની ચિત્રકળાસમૃદ્ધિમાં કેવું ગૌરવભર્યું સ્થાન અપાવ્યું છે ! એમના આ ઉપકારને ગુણિયલ ગુજરાત ક્યારેય વીસરી નહીં શકે; એટલું જ નહીં, આપણે એમનાં જીવન અને કાર્યમાંથી સદા કળા-ઉપાસના અને કર્તવ્યનિષ્ઠાનો બોધપાઠ લઈને ગુજરાતની કળાને વધુ ને વધુ સમૃદ્ધ અને ગૌરવશાળી બનાવવાનો પ્રયત્ન કરીને એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં રહીશું.
શ્રી રવિભાઈનું મૂળ વતન સૌરાષ્ટ્રનું સંસ્કાર અને વિદ્યાનું ધામ લેખાતું ભાવનગર શહેર. એમના પિતાનું નામ મહાશંકરભાઈ, માતાનું નામ ઊજમબહેન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org