________________
૩૫૪
અમૃત-સમીપે વળી લોકસમૂહ ભલે શ્રી ગોવર્ધનરામભાઈને “સરસ્વતીચંદ્ર'ના સખા તરીકે પિછાણે; પણ એમનું સાહિત્યસર્જન કંઈ આટલું જ ન હતું. અલબત્ત, સરસ્વતીચંદ્ર' તો એમની લોકકલ્યાણની, સમાજઘડતરની અને રાષ્ટ્રસેવાની અદમ્ય ભાવનાઓમાંથી જન્મેલું મોંઘેરું, લાડકવાયું અને સર્વજનપ્રિય માનસ સંતાન હતું એ સાચું છે. પણ એ ઉપરાંત પણ એમણે વિદ્વત્તાની આકરી કસોટીએ પાર ઊતરે એવું બીજું સાહિત્ય પણ નિર્માણ કર્યું હતું.
એમણે રચેલ “સાક્ષર-જીવન” અને “દયારામનો અક્ષરદેહ' એમની ચિંતનશીલતાની સાખ પૂરે છે, “સ્નેહમુદ્રા' એ એમની કવિ તરીકેની ખ્યાતિના ગુણગાન કરે છે અને “લીલાવતી-જીવનવિસ્તાર” જીવનચરિત્રના સફળ અને સહૃદય આલેખનકાર તરીકે એમને બિરદાવે છે. એમણે લખેલ “અધ્યાત્મજીવન' તો હજી એમના જન્મદિવસે જ પહેલી વાર પ્રગટ થયું છે. આ ઉપરાંત નાનામોટા અનેક લેખો એમણે લખ્યા છે.
આમ શ્રી ગોવર્ધનરામભાઈ એક વ્યક્તિ મટીને ગુર્જરભૂમિની ભાવના અને સંસ્કારના પ્રતીક સમા બનીને લોકહૃદયમાં સદાને માટે સંઘરાઈ ગયા છે. આવા સ્વનામધન્ય પુરુષો માટે જ પેલા કવિએ ગાયું છે : નતિ ચેષ અશકાશે નરમરનું * : (આવા પુરુષોના કીર્તિદેહને જરા કે મરણ સ્પર્શી શકતાં નથી.)
(તા. ૨૯-૧૦-૧૯૫૫)
(૨) ગુર્જર સરસ્વતી અને સંસ્કારિતાને ખીલવનાર
સાક્ષરરત્ન શ્રી “ધૂમકેતુ
ગરવી ગુર્જરભૂમિના ખ્યાતનામ વાર્તાકાર શ્રી “ધૂમકેતુ’નું અમદાવાદમાં તા. ૧૧-૩-૧૯૯પને ગુરુવારના રોજ રાત્રે ૭૩ વર્ષની વયે સ્વર્ગગમન થયું છે, અને મહાગુજરાતની પ્રજાને એક સંનિષ્ઠ સાહિત્યસર્જકની ખોટ પડી છે.
ગુજરાતની ભૂમિ તો શ્રી, સરસ્વતી અને સંસ્કારિતાના ત્રિવેણીસંગમનું પુણ્યતીર્થ છે. સમયે-સમયે એના સપૂતોએ આ સંસ્કારવારસાને સવાયો કરવામાં પોતાના જીવનની સદા ધન્યતા અનુભવી છે. સંતો, સતીઓ, શૂરાઓ, સેવકો, સાક્ષરો અને શ્રીમંતો - એ છે કે ગુજરાતના સંસ્કારવારસાના રખેવાળો અને પ્રોત્સાહકો રહ્યા છે. આજે પણ આવાં ભાવનાશીલ અને ધર્મપરાયણ નર-નારીઓ જ ગૂર્જરભૂમિનું પરમ ધન છે; અને એથી જ એ ગૌરવવંતી છે. સ્વર્ગસ્થ શ્રી ધૂમકેતુ મહાગુજરાતના આવા જ એક સ્વનામધન્ય અમર સપૂત છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org