________________
શ્રી “જયભિખ્ખું'
૩૬૩ એમણે અભ્યાસ સ્વ. શાસ્ત્રવિશારદ આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજે મધ્યપ્રદેશમાં શિવપુરીમાં સ્થાપેલ શ્રી વીરતત્ત્વ પ્રકાશક જૈન મંડળમાં જૈનધર્મ, સંસ્કૃત ભાષા અને જૈન ન્યાયનો કર્યો હતો. એ અભ્યાસને અંતે તેઓને ન્યાયતીર્થ” અને “તર્મભૂષણ'ની પદવીઓ પણ મળી હતી.
સ્વ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીના એવા મનોરથ હતા કે જૈન સમાજમાં જૈન ધર્મ, દર્શન અને સાહિત્યના ઊંડા અભ્યાસી ગૃહસ્થ વિદ્વાનો તૈયાર થવા જોઈએ; એમ થાય તો જ દેશ-વિદેશના વિદ્વાનોમાં જૈનવિદ્યાનું યથાર્થપણે પ્રતિનિધિત્વ અને એનો સમુચિત પ્રચાર થઈ શકે. આ માટે તેઓએ આજથી ઉપ૭૦ વર્ષ પહેલાં, ભારે જહેમત ઉઠાવીને, બનારસમાં શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાની સ્થાપના કરી હતી. પંડિત શ્રી સુખલાલજી, ૫. શ્રી બેચરદાસજી, સ્વ. પં. શ્રી હરગોવિંદદાસજી વગેરે આ યુગના સમર્થ વિદ્વાનો આ પાઠશાળાની જ નીપજ છે. કમનસીબે આ સંસ્થા વધુ વખત ચાલુ ન રહી. પણ ગૃહસ્થ જૈન વિદ્વાનો તૈયાર કરવાની આચાર્યશ્રીની તાલાવેલી જરા ય ઢીલી ન થઈ. પરિણામે વિ. સં. ૧૯૭૬માં તેઓએ મુંબઈમાં શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળની સ્થાપના કરી. બે-એક વર્ષ બાદ શિવપુરીમાં એમનો સ્વર્ગવાસ થતાં એ સંસ્થાને પણ એમના સમાધિમંદિરને સ્થાને શિવપુરીમાં લઈ જવામાં આવી.
આ સંસ્થામાં અભ્યાસ કરવાને કારણે, સામાન્ય રીતે તો શ્રી જયભિખુભાઈનું ભાવિ ધાર્મિક-દાર્શનિક સાહિત્યનું અધ્યાપન કરાવવાનું કે બહુબહુ તો આપણા પ્રાચીન સાહિત્યના ગ્રંથોનું સંશોધન કરવાનું જ હોત. પણ એમની સંવેદનશીલતા, રસવૃત્તિ અને મનમોજ પ્રમાણે જીવનક્રમ ગોઠવવાની તાલાવેલીએ એમના ભાવિનું જુદા જ રૂપે નિર્માણ કર્યું. એને લીધે આ યુગના સમર્થ સાહિત્યસર્જકોમાં આદર અને બહુમાનભર્યું સ્થાન મેળવી શકે એવા એક રસિયાની ગુજરાતને ભેટ મળી.
એમના સાહિત્યસર્જનના વિશાળ ફલકનો વિચાર કરીએ છીએ, ત્યારે સાચે જ હેરત પામી જવાય છે કે લલિતકલામય સાહિત્યનાં કેટકેટલાં અંગો એમની કલમથી સમૃદ્ધ બન્યાં છે ! એમણે સંખ્યાબંધ નવલકથાઓનું સર્જન કર્યું હતું. એમાં ધાર્મિક, ઐતિહાસિક અને સામાજિક – એમ ત્રણ પ્રકારની નવલકથાઓનો સંભાર જોવા મળે છે.
અને નવલિકાઓ તો એમણે કંઈ પાર વગરની લખી હતી. એનું વસ્તુ એમણે ઇતિહાસ, પુરાણ, ધર્મશાસ્ત્રો, સમાજજીવન અને સામાન્ય કે ગરીબ જનસમૂહના રોજિંદા જીવનમાંથી લઈને, કોઈ કુશળ શિલ્પી પાષાણમાંથી મનોહર મૂર્તિઓને કંડારે, એમ એક-એકથી ચડિયાતી કથા-વાર્તાઓનું સર્જન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org