________________
૩૬૯
શ્રી ચુ. વ. શાહ
(૫) ધ્યેયનિષ્ઠ સાત્વિક સાહિત્યકાર શ્રી ચુ. વ. શાહ
સાક્ષરરત્ન શ્રીયુત ચુનીલાલ વર્ધમાન શાહનો અમદાવાદમાં એમના નિવાસસ્થાને તા. ૧૨-૫-૧૯૬૯ના રોજ એંશીમા વર્ષે સ્વર્ગવાસ થતાં માતા શારદાને ચરણે પોતાના જીવનનું સાર-સર્વસ્વ સમર્પણ કરવામાં ધન્યતા અનુભવનાર એક સાત્ત્વિક અને આદર્શ સારસ્વત સદાને માટે વિદાય થયા ! ભલે દેહ અનંતમાં વિલીન થઈ ગયો; એમની અખંડ અક્ષરસાધના ગુર્જર પ્રજા, ગુર્જર ભૂમિ અને ગુર્જર સરસ્વતીની ચિરંજીવ જ્ઞાન-સંસ્કારની મૂડી બની રહેશે.
શ્રી ચુનીભાઈની સુદીર્ઘકાલીન સરસ્વતી સાધના એક ધ્યેયનિષ્ઠ સાહિત્યકાર અને પત્રકાર એમ ઉભય રૂપે આગળ વધતી રહી, અને મૂળભૂત રીતે જુદા પ્રકારની તાસીર ધરાવતાં એ બંને ક્ષેત્રોમાં એમને યશસ્વી બનાવતી રહી – એ શ્રી ચુનીભાઈની વિદ્યાઉપાસનાની નોંધપાત્ર વિશેષતા હતી. ગુજરાત અને એની જનતાએ પણ પોતાના આ સરસ્વતીપુત્રનાં આદર અને બહુમાન કરવામાં ઊણપ ન રાખી. એમ કહેવું જોઈએ કે આવા એક નિષ્ઠાવાન સરસ્વતી-ઉપાસક ઉપર પોતાની લાગણી વરસાવવામાં લક્ષ્મીમાતાએ પણ કૃતાર્થતા જ અનુભવી હશે. સ્વભાવે તો શ્રી ચુનીભાઈ સુખી હતા જ, કારણ કે સંતોષ, ઠરેલપણું, સ્વસ્થતા જેવા દિવ્ય ગુણોની કુદરતમાતાએ એમને બક્ષિસ આપી હતી.
શ્રી ચુનીભાઈની સાહિત્ય-સર્જનની પ્રવૃત્તિ, એંશી વર્ષ જેવા સુદીર્ઘ આયુષ્ય દરમ્યાન, ત્રણ વીશી કરતાં ય વધારે લાંબા સમયપટ પર અખ્ખલિતપણે વહેતી રહી એ પણ એમની વિદ્યાસેવાની વિરલ વિશેષતા. સોળ વર્ષની વયે તેઓએ ઉચ્ચ શ્રેણીમાં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી, અને એ જ અરસામાં, યૌવનના ઉંબરમાં ડગ માંડતાં-માંડતાં જ, એમની સર્જકશક્તિ જાગી ઊઠી. એ ઊગતી ઉંમરે જ એમણે “વિમલા' નામની નવલિકાની રચના કરી : શ્રી ચુનીભાઈની એ પહેલી કૃતિ. પણ એ સર્જન એવું તો શુકનવંતુ નીવડ્યું કે પછી તો એમના સાહિત્યસર્જનનો ફાલ ઉત્તરોત્તર વિકસતો જ રહ્યો. કંઈ કેટલા વાર્તાસંગ્રહો અને અન્ય સર્જનો ઉપરાંત પચાસ જેટલી તો નવલકથાઓ જ એમણે મહાગુજરાતને ભેટ
આપી !
શ્રી ચુનીભાઈનું જીવન જેમ ઠાવકાઈ, સુવ્યવસ્થા, નિયમિતતા, સાદગી, શાણપણ, સંતોષ, નિરભિમાનવૃત્તિથી શોભતી દૃઢતા, ધ્યેયનિષ્ઠા જેવાં ગુણરત્નોથી સમૃદ્ધ અને શોભાયમાન બન્યું હતું, તેમ એમનું સર્જન પણ હંમેશાં વ્યવસ્થિત, નરવું, ધ્યેયનિષ્ઠ, સમભાવથી સંયમિત એવી ઊર્મિલતાથી શોભતું, ભાષાના આડંબર વગરનું, સંસ્કારિતાનો પરિમલ પ્રસરાવતું અને વાર્તા કે કથનને આકર્ષક અને સરળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org