________________
શ્રી “જયભિખ્ખ
૩૭૭ એમણે પ્રાપ્ત કરી છે. તેમની કેટલીક કૃતિઓ એવી છે, જે બહુ લોકભોગ્ય બની છે, અને માનવતાસ્પર્શી હોઈ સંકુચિત વાડાઓને ભેદે છે.”
જેમ શ્રી જયભિખુભાઈની કલમ આકર્ષક હતી, એવું જ મધુર, આકર્ષક અને તેજસ્વી એમનું વ્યક્તિત્વ હતું. એમની કલમની જેમ એમની જબાનમાં પણ જાણે જાદુ ભર્યો હતો. એમના પરિચયમાં આવનાર સૌકોઈ એમના પ્રત્યે આકર્ષાતા. સંબંધો બાંધવાની અને નિભાવવાની એમની કુશળતા દાખલારૂપ બની રહે એવી હતી.
અસાધારણ આત્મવિશ્વાસ, અડગ મનોબળ, નિર્ભયતા, સાહસિકતા, ધાર્યું કામ પાર પાડીને જ જંપવાની મનોવૃત્તિ, સદા ય આશાવંત અને પ્રસન્ન પ્રકૃતિ, ઉદારતા, સારામાણસાઈ, એ બધા ઉપર સુવર્ણકળશ ચડાવે એવી ચંદન જેવી પરગજુવૃત્તિ અને ગમે તેવા પ્રશ્નોનો ઉકેલ લાવવાની વ્યવહારદક્ષતા જેવી શક્તિઓ અને ગુણસંપત્તિને લીધે એમનું વ્યક્તિત્વ વિશેષ ઉજ્વળ અને આકર્ષક બન્યું હતું.
બાસઠ વર્ષની ઉંમર એ અત્યારે નાની ઉંમર ગણાય. પણ અવસાનની ઉંમર માનવીના હાથમાં નથી. મોટી વાત તો પોતાની સાહિત્યકૃતિઓ અને પોતાના સૌજન્યભર્યા જીવન દ્વારા માનવી જનજનના અંતરમાં સ્થાન મેળવી લે એ જ છે. એવી કીર્તિ થકી શ્રી જયભિખુભાઈ અમર છે. - આમ તો તેમણે પોતાની વાર્તાઓમાં, પોતાની કળાને બાધ ન આવે એ રીતે, સામાજિક કુરિવાજો ઉપર ઠીકઠીક કટાક્ષો કર્યા છે, પણ અવસાનના એક જ મહિના પહેલાં ( તા. ૨૫-૧૧-૧૯૬૯ના રોજ), પોતાનું અવસાન થાય તો સગાંઓએ કેવી રીતે વર્તવું એ અંગે તેમણે જે લખાણ કર્યું છે, તે સુધારાનો અમલ કરી બતાવવાની એમની ભાવનાનો એક સદા યાદ રાખવા જેવો દસ્તાવેજ બની રહે એવું છે; તેમાં તેઓ કહે છે –
“જીવન તો આખરે પૂરું થવાનું છે. બાસઠ વર્ષનો માણસ – અનેક રોગોથી ભરેલો ને મનસ્વી પુરુષ – માગી-માગીને કેટલાં વર્ષ માગે ?
“જીવ જાય ત્યારે કોઈએ શોક કરવો નહિ. કાં તો ગંભીરતા ધારણ કરવી, કાં એકાદ ભજન યા ધૂન ચલાવવી.
“નનામીની પ્રથા નાછૂટકે અજમાવવી. મળી શકે તો મ્યુ. બસ મંગાવી એમાં દેહને લઈ જવો ને અગ્નિસંસ્કાર કરવો.
“સ્મશાનમાં કાં ભજન કાં નિવાપાંજલિની સભા ભરવી. એક જ દિવસે સહુને બોલાવી લેવાં. એક જ ટંક રાખવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org