________________
શ્રી “જયભિખ્ખું'
૩૬૫ આપણે તેઓના ચિરકાળ સુધી ઋણી રહીશું. એમ કહેવું જોઈએ કે સ્વર્ગસ્થ સ્વનામધન્ય સાક્ષરરત્ન શ્રી સુશીલભાઈએ (શ્રી ભીમજીભાઈ હરજીવનદાસ પરીખે) જૈન કથાઓનું સામાન્ય વાચકવર્ગને પણ રસ પડે એવી વિશાળ દૃષ્ટિથી નવસર્જન કરવાની જે પરંપરા ઊભી કરી હતી, તેને શ્રી જયભિખુભાઈએ ખૂબ આગળ વધારી હતી અને અનેકગણી સમૃદ્ધ બનાવી હતી. (અહીં એ જાણવું રસપ્રદ થઈ પડશે કે શ્રી સુશીલભાઈ તથા શ્રી જયભિખુભાઈ એ બંને સ્વ. શ્રી વિજયધર્મસૂરિજીએ સ્થાપેલ સંસ્થાઓએ સમાજને અને ગુજરાતને ભેટ આપેલ સાક્ષરરત્નો છે. શ્રી જયભિખ્ખએ પોતાની પહેલી કૃતિ પોતાના અભ્યાસકાળ દરમ્યાન જ વિજયધર્મસૂરિજી મહારાજના બહુ જ નાના જીવનચરિત્રરૂપે “ભિક્ષુ સાયલાકર'ના ઉપનામથી રચીને ગુરુદેવના ઉપકારનું તર્પણ કર્યું હતું.)
જીવનચરિત્રો આલેખવાના, પ્રમાણમાં ઓછા સમૃદ્ધ ક્ષેત્રમાં પણ શ્રી જયભિખ્ખનું અર્પણ નોંધપાત્ર છે. ઇષ્ટદેવો, સાધુ-સંતો, દેશભક્તો, સમાજ-સેવકો, શૂરાઓ, સાહસિકો અને વિદ્યાપુરુષોનાં ટૂંકા ચરિત્રો એમણે વિપુલ પ્રમાણમાં લખ્યાં હતાં. મુનિશ્રી ચારિત્રવિજયજી, યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી તથા નિગ્રંથ ભગવાન મહાવીર અંગેના તેમના ગ્રંથો સરસ અને સુરુચિપૂર્ણ ચરિત્રગ્રંથના ઉત્તમ નમૂના બની રહે છે.
વળી શાળાઓના અભ્યાસક્રમમાં મહત્ત્વનું સ્થાન પામી શકે એવાં સાહિત્યનાં પાઠ્યપુસ્તકો પણ (બીજાના સહકારમાં) એમણે તૈયાર કર્યા હતાં. ઉપરાંત તેમના રેડિયો-વાર્તાલાપો પણ એટલા જ આકર્ષક અને લોકપ્રિય બન્યા હતા.
આમ મૌલિક સાહિત્ય-સર્જનના ક્ષેત્રમાં, નિબંધો અને કવિતાને છોડીને, તેઓએ એકેએક પ્રકારમાં પોતાની કલમને ચલાવી ધારી સફળતા મેળવી હતી.
શ્રી જયભિખ્ખની લેખનશૈલી એમની પોતાની આગવી અને ખૂબ આકર્ષક હતી; એ જાણે વાચકનું વશીકરણ કરી લેતી. પારસનો સ્પર્શ પામીને લોઢું સોનું બની જાય એમ એમની મધુર કલમનો સ્પર્શ પામીને ગમે તે કથાવસ્તુ ખૂબ સુંદરતા ધારણ કરી લેતું. આવી સિદ્ધિની બહુ ઓછા સરસ્વતીપુત્રોને બક્ષિસ મળે છે.
લોકોમાં પ્રચલિત હોય એવી સામાન્ય અને સુપરિચિત લાગતી કથા પણ શ્રી જયભિખ્ખની કલમનો સ્પર્શ પામીને વાચકના મનને વશ કરી લે એવું આકર્ષક રૂપ ધારણ કરી લે છે. એમના વિપુલ કથાસાહિત્યમાંથી આના સંખ્યાબંધ દાખલા ટાંકી શકાય એમ છે. ભાવવાહી ટૂંકાં-ટૂંકાં રસઝરતાં વાક્યોવાળી સુગમ છતાં ચોટદાર શૈલી, અને જાદુવિદ્યાની જેમ ચિત્તને પકડી રાખે એવી કથાનિરૂપણની હથોટી : કથાઆલેખનની આવી વિશિષ્ટ ગુણવત્તાને લીધે ભાઈશ્રી જયભિખ્ખની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org