________________
શ્રી “ધૂમકેતુ'
૩૫૫ તેઓ એક સમર્થ સાહિત્યસર્જક તો હતા જ હતા, અને વાર્તાકારોમાં તો એ શિરોમણિ કે સમ્રાટ જેવું બહુમાનભર્યું સ્થાન ધરાવતા હતા; પણ એક ભવ્ય, યશોજ્વળ અને કર્તવ્યનિષ્ઠ જીવન જીવી જાણનાર તરીકે તો તેઓ એથી ય અનેકગણા વિશેષ હતા. આ વિશેષતાએ જ કદાચ એમના સાહિત્યસર્જનને ખમીરવંતું બનાવ્યું હશે. પરિસ્થિતિ અનુકૂળ મળી કે પ્રતિકૂળ, ભાગ્યે ગરીબી આપી કે મુસીબત; એ બધાંને ભાગ્યચક્રની લીલા સમજીને એનાથી જરા ય પાછા પડ્યા વગર એમણે તો મહારથી કર્ણની માફક માયત્ત તુ વર્ષ (પુરુષાર્થ કરવો એ તો મારા હાથની વાત છે) – એ સૂત્રને જ પોતાનું જીવનસૂત્ર બનાવ્યું, અને જે વાત પોતાના હાથની હતી એ પુરુષાર્થના બળે અનેક મુસીબતોને જેર કરીને તેઓએ એક-એકથી ચડિયાતી સિદ્ધિનાં સોપાન સર કર્યા !
" સંકટ અને સંઘર્ષ વગર હીર પ્રગટતું નથી; તલવાર સરાણે ચડે અને એનું તેજ ઝળહળી ઊઠે છે. શ્રી ધૂમકેતુનું જીવન સંકટ અને સંઘર્ષની સામે પુરુષાર્થ અને તિતિક્ષાના વિજયનું એક પ્રેરક દૃષ્ટાંત બની રહે એવું ઉત્સાહપ્રેરક છે.
એમ કહેવું જોઈએ કે શ્રી ધૂમકેતુએ જેમ પોતાની નવલિકાઓ અને નવલકથાઓમાં તેજનો અંબાર પ્રસરાવતાં કેટલાંક પાત્રોનું સર્જન કર્યું છે, એ જ રીતે એમણે પોતાના જીવનને પણ એવું જ તેજસ્વી બનાવી જાણ્યું છે. એમની જીવનકથા પણ કોઈ તેજસ્વી પાત્રની આસપાસ ગૂંથાયેલી એમની નવલિકા કે નવલકથા જેવી જ આકર્ષક, પ્રેરક અને આફ્લાદક છે. છેવટે તો સર્જકનાં વ્યક્તિત્વ અને મનોવૃત્તિ જ એની કૃતિનું પ્રાણપોષક તત્ત્વ છે. જેવો ખેડૂત એવી જ એની ખેડ; જેવો સર્જક એવું જ એનું સર્જન.
“ધૂમકેતુ' તો છે એમનું તખલ્લુસ; એ નામે આખા ગુજરાતનું કામણ કર્યું. એમનું મૂળ નામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. એમનું જન્મસ્થળ સૌરાષ્ટ્રના ગોંડળ પાસે વીરપુર ગામ. તા. ૧૨-૧૨-૧૮૯૨ના રોજ એમનો જન્મ. કુટુંબની સ્થિતિ સામાન્ય, પણ ગોવર્ધનરામ પ્રતાપી અને સ્વમાની. સ્થિતિને અને સ્વત્વાભિમાનને શું લાગે વળગે ? ધૂમકેતુનાં માતુશ્રી વાત્સલ્યની મંગલસરવાણી સમાં હતાં.
ગૌરીશંકરને નિશાળમાં જવાનો ભારે કંટાળો; લીલોછમ વગડો અને હસતી કુદરત કિલ્લોલ કરવા સાદ દેતાં હોય ત્યાં નિશાળની ચાર દીવાલોમાં કેદ થવું તે કેવી રીતે ગમે ? નિશાળથી છૂટકો થતો હોય તો માટીનાં તગારાં ઉપાડવાનું ય મંજૂર, બીજી મજૂરી કરવાનું ય કબૂલ; અને સીમમાં ઢોર ચારવા જવાનું તો
ભાવતું હતું ને વૈદ્ય કહ્યું” એના જેવું મીઠું લાગે ! પણ ભણતર તરફ અણગમો રાખતા કિશોરનું સરજત હતું શિક્ષક અને સાક્ષર બનવાનું ; કુદરત એને કેમ છોડે ? ઘરમાંથી જ ભણતરની પ્રેરણાનું અમૃત એને લાધી ગયું ! એ અમૃતે એને અજર-અમર બનાવી દીધો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org