________________
૨૦૦
(૨૦) તપતિતિક્ષાનિષ્ઠ મુનિશ્રી ચતુરલાલજી
સ્થાનકવાસી ફિરકાના વયોવૃદ્ધ મુનિવર્ય શ્રી ચતુરલાલજી મહારાજે અંતિમ સંલેખનાના સંથારા દ્વારા પોતાની કાયાનું વિસર્જન કરીને આજની વૈભવ-વિલાસ તરફ દોડી જતી દુનિયાની સામે એક ઉદાહરણ રજૂ કર્યું છે.
અમૃત-સમીપે
આજની દુનિયામાં જાણે વિલાસિતા અને વૈરાગ્ય સામસામા મોરચા લઈને ખડા થઈ ગયા છે; અને એમાં વિલાસિતાનું સામર્થ્ય પળેપળે વધતું હોય એમ દેખાય છે. અરે, ક્યારેક તો વૈરાગ્યના અંચળાની નીચે પણ વિલાસિતા છુપાયેલી હોય છે ! એવા સંજોગોમાં પોતાના અંતરને વૈરાગ્યથી સુવાસિત કરીને કાયાની માયા અને સંસારનાં મોહ-મમતા ઉપર વિજય મેળવવાનો વિરલ પુરુષાર્થ ફોરવનાર શ્રી ચતુરલાલજી મહારાજનું જીવન વૈરાગ્યમાર્ગને અજવાળતી એક દીવાદાંડીરૂપ બની ગયું.
મરણ ઉપર વિજય કેવી રીતે મેળવી શકાય ને મૃત્યુંજયી કેવી રીતે થઈ શકાય તે માટે શ્રી ચતુરલાલજી મહારાજનું જીવન એક સીમાચિહ્નરૂપ બની ૨હેશે. પણ રખે કોઈ માને કે શ્રી ચતુરલાલજી મહારાજનો આ પુરુષાર્થ તે થોડા સમયની સાધનાનું કે તાત્કાલિક વિચારનું પરિણામ છે. આ માટે તો એમણે પોતાના સમગ્ર જીવન દરમ્યાન તપ અને વૈરાગ્યને પોતાના ધ્રુવતારક સમાન માનેલ અને એ માર્ગે પોતાની જીવનપ્રવૃત્તિને કેન્દ્રિત કરેલ.
શ્રી ચતુરલાલજી જ્ઞાતિએ પાટીદાર; અને નડિયાદ પાસેનું પીજ એમનું વતન. વિ. સં. ૧૯૩૬ની સાલમાં એમનો જન્મ થયેલો. એમના પિતાનું નામ દેસાઈભાઈ અને માતાનું નામ ઝવેરબાઈ. એમનું કુટુંબ મૂળથી જ જૈનધર્મી.
તેઓ ગુજરાતી સાત ચોપડી ભણેલા, અને તેર વર્ષની નાની ઉંમરે એમનાં લગ્ન થયેલાં. પણ જાણે વૈરાગ્યવાસિત જીવનની પૂર્વતૈયારીરૂપ હોય એમ, એમનું લગ્નજીવન લાંબું ન ચાલ્યું. જીવનની પહેલી વીશી વટાવીને યૌવનમાં પગ મૂકતાંમૂકતાં તો ફકત બાવીશ વર્ષની વયે જ, એમનાં પત્નીનું અવસાન થયું. પણ તેઓ તો સાચા એકપત્નીવ્રતના પાળનાર નીકળ્યા. ભરયુવાની અને પાટીદાર કોમમાં કન્યાઓ એક કહેતાં અનેક મળે, છતાં શ્રી ચતુરભાઈએ પોતાનું મન વાળી લીધું. અને વૈભવની વાસના ઉપર વિજય મેળવવા વૈરાગ્યનો સહારો લીધો. આ એમની પહેલી વૈરાગ્યસાધના.
ત્યાર પછી એકલવાયા જીવનમાં ૩૭ વર્ષ જેટલો લાંબો સમય વિતાવવો અને અંતરને આત્મભાવ અને ધર્મપ્રીતિથી સુવાસિત રાખવું એ ઘણું મુશ્કેલ કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org