________________
૨૯૯
ફૂજી ગુરુજી
વિશ્વકલ્યાણના સત્કાર્યને સમર્પિત આ વિશ્વનાગરિક ધર્મપુરુષને ગત (૧૯૭૯) જાન્યુઆરી માસની ૧૯મી તારીખે, આપણા રાષ્ટ્રપતિજી શ્રી સંજીવ રેડીએ, ભારતના પ્રથમ વડાપ્રધાન અને વિસ્વરાજપુરુષ શ્રી જવાહરલાલના
સ્મરણ નિમિત્તે સ્થાપવામાં આવેલ “શ્રી જવાહર નેહરૂ એવોર્ડ અર્પણ કર્યો, તેથી વિશ્વશાંતિ માટે સતત પ્રયત્નશીલ રહેનાર ફૂજી ગુરુજી જેવા મહાપુરુષની પ્રવૃત્તિનું એક જાતનું વૈશ્વિક બહુમાન થયું, અને આ મહાપુરુષની મૂક કામગીરીની વિશાળ વર્તુળમાં જાણ થઈ.
શ્રી નેહરૂના સ્વર્ગવાસ પછી એમની વિશ્વશાંતિની ભાવનાને સદા-સ્મરણીય બનાવવાના પવિત્ર ઉદ્દેશથી, સને ૧૯૯૪ની સાલમાં આ એવોર્ડ યોજવામાં આવ્યો હતો. વિશ્વશાંતિની ભાવનાને પ્રોત્સાહન મળે એ દૃષ્ટિએ દુનિયાભરમાં જે આગેવાનો આંતરરાષ્ટ્રીય સમજ અને સદ્ભાવનાનો પ્રસાર કરવામાં વિશિષ્ટ સેવાઓ આપે છે, તેમાંની આગળ પડતી વ્યક્તિની પદ્ધતિસર પસંદગી કરીને, એમની સેવાઓની કદરરૂપે, દર વર્ષે આ એવોર્ડરૂપે એક લાખ રૂપિયા અને એક પ્રશસ્તિ-પત્ર આપવામાં આવે છે. એક ધર્મગુરુની વિશ્વશાંતિલક્ષી સેવાઓનું આવું મોટું બહુમાન થયું હોય એવો આ પહેલો જ પ્રસંગ છે.
શ્રી ફૂજી ગુરુજીના આ બહુમાનના પ્રસંગને અનુલક્ષીને, અમદાવાદથી પ્રગટ થતા “સદ્દવિચાર પરિવારના માસિક મુખપત્ર “સુવિચારના ગત જાન્યુઆરી માસના અંકમાં, શ્રી અમૃત મોદીએ “કર્મયોગી ફૂજી ગુરુજી” એ નામે એક ટૂંકો પરિચય-લેખ લખ્યો હતો. એમાંથી આ મહાપુરુષ સંબંધી કેટલીક વિશેષ નોંધપાત્ર માહિતી અહીં સાભાર રજૂ કરીએ છીએ :
તેઓનો જન્મ જાપાનના સાનસૂઈક્યો (? સ્યો ?) ગામમાં તા. ૯-૮૧૮૮૪ના રોજ થયો હતો. એમણે શાળામાં ખેતીવાડીનું શિક્ષણ લીધું હતું અને પછી ધર્મનું શિક્ષણ લીધું હતું. વ્યાવહારિક શિક્ષણ કરતાં ધાર્મિક શિક્ષણનો એમના ચિત્ત ઉપર વધારે પ્રભાવ પડ્યો હતો; એથી એમનો ધર્મરંગ વધારે ઘેરો બન્યો હતો અને એમનું ચિત્ત વૈરાગ્યાભિમુખ બન્યું હતું. એટલે આ વૈરાગ્યભાવનાને જીવન સાથે એકરૂપ બનાવી દેવા માટે અઢાર વર્ષની યૌવનમાં ડગ ભરતી વયે, એમણે બૌદ્ધધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી અને પોતાનું જીવન ધર્મકાર્યને સમર્પિત કર્યું હતું. પોતે કરવા ધારેલ ધર્મકાર્યમાં આવનાર આપત્તિઓને સહન કરવાની પોતાની શક્તિ છે કે નહીં એની પરીક્ષા કરવા એમણે પોતાના બન્ને બાવડાં ઉપર સળગતી મીણબત્તી ચાંપી દીધી હતી અને એની વેદનાને શાંતિથી સહન કરી લીધી હતી.
એમનો આત્મા લોકોનું ભલું કરવામાં અને અકલ્યાણકર પ્રવૃત્તિનું નિવારણ કરતાં આકરામાં આકરું સંકટ સહી લેવામાં, જાણે સ્વયં બોધિસત્વ જ હોય એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org