________________
શ્રી માવજી દામજી શાહ
૩૩૫ વધારે ઉપયોગી બની શકે. તો પછી ચીલાચાલુ અભિનંદન કરવાની બાબતમાં તેઓ શા માટે પડે છે ?”
આવું ઉચ્ચ કોટિનું નિવેદન કરીને પંડિત શ્રી કૈલાસચંદ્રજીએ પોતાની જે ઉદાત્ત ભાવના વ્યક્ત કરી છે, તેથી એમનું વ્યક્તિત્વ વધારે ઉજ્વળ અને ભવ્ય બન્યું છે એમ કહેવું જોઈએ. આવા સ્વયંપ્રકાશ નિવેદન માટે વધારે લખવાનું શું હોય ? બીજાંઓ એનું અનુકરણ કરવા પ્રેરાય એ જ એનો કાયમી બોધપાઠ છે.
(તા. ૧૬-૬-૧૯૭૯)
(૯) ધ્યેયનિષ્ઠ શિક્ષક શ્રી માવજી દામજી શાહ
ઘણુંખરું કોઈક ઉપનિષદમાં વિદ્યાર્થીઓના મુખમાં એક સુંદર પ્રાર્થના મૂકવામાં આવી છે : મયુરાસુ ઘેદ, અમૃતત્વમ્ સીવાય ! (હે પરમેશ્વર ! અમને આયુષ્યમાન બનાવો, અને અમારા આચાર્યને અર્થાત્ ગુરુને અમર બનાવો!) જે ગુરુને માટે શિષ્યો અમરપણાની પ્રાર્થના કરે એ ગુરુએ શિષ્યોનાં અંતર કેટલાં બધાં જીતી લીધાં હોવાં જોઈએ ! અંતરમાં શિષ્યો પ્રત્યે પિતાનું વાત્સલ્ય, માતાની મમતા અને મુરબ્બીની હિતબુદ્ધિનું ઝરણ સતત વહેતું હોય તો જ શિષ્યોનાં આવાં આદર અને ભક્તિ મળી શકે છે. આવા ગુરુ અને આવા ઋષિસમા ગુરુને મેળવનાર શિષ્યો એ બંને ધન્ય બની જાય છે. એવું ગુરુ-શિષ્યમિલન કલિયુગમાં સતયુગ ઉતારે છે.
સ્વ. શ્રી માવજી દામજી શાહ આવા જ એક ધ્યેયનિષ્ઠ, આદર્શ અને શિષ્યવત્સલ શિક્ષક હતા. તેઓ ૭૩ વર્ષની સુખ-શાંતિ-સ્વસ્થતાભરી યશસ્વી જિંદગીને અંતે, મુંબઈમાં, તા. ૯-૭-૧૯૬૫ને શુક્રવારના રોજ ધર્મભાવના ભાવતાં સ્વર્ગવાસી બનીને અમર બની ગયા !
સંતો, સતીઓ અને શૂરાઓની ખમીરવંતી ભૂમિ સૌરાષ્ટ્ર એ શ્રી માવજીભાઈની જન્મભૂમિ. શ્રી, સરસ્વતી અને સંસ્કારિતાનું ધામ ભાવનગર એમનું વતન. માતાનું નામ પૂરીબહેન. વિ. સં. ૧૯૪૮માં ધનતેરશના શુભ દિવસે એમનો જન્મ. કુટુંબની સ્થિતિ સામાન્ય હતી. પણ સંસ્કારિતા અને ધાર્મિકતાની એને બક્ષિસ મળી હતી. માતા-પિતાના તેઓ એકના એક પુત્ર હતા. ગુજરાતી ચાર ચોપડી પૂરી કરતાં-કરતાં તો માતા અને પિતા બંને સદાને માટે વિદાય થયાં. માવજીભાઈને માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ ઊભી થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org