________________
૩૪૮
અમૃત-સમીપે (૪) પ્રતિભાશીલ પત્રકાર શ્રી ભીખાભાઈ કપાસી
ચારેક મહિના પહેલાં, દિલ્હીમાં સાઠેક વર્ષની ઉંમરે શ્રી ભીખાલાલ ભાયચંદ કપાસીનું શોકજનક અવસાન થતાં આપણને એક ઉત્સાહી કાર્યકર અને જૈનોની એકતાના હિમાયતી મહાનુભાવની ખોટ પડી છે. તેમાં ય છેલ્લા બે દાયકા દરમિયાન તેઓએ દિલ્હીમાં એક સમર્થ અને કુશળ પત્રકાર તરીકે જે નામના મેળવી હતી અને જૈન સમાજનો અભ્યદય સાધવાની એમનામાં જે તમન્ના હતી, એનો લાભ જૈન સમાજને અનેક રીતે મળતો હતો. આ દૃષ્ટિએ એમના અવસાનનો વિચાર કરતાં તો એમ જ લાગે છે કે દિલ્હીમાં જૈનસંઘના એક શક્તિશાળી પ્રતિનિધિની આપણને ખોટ પડી છે !
તેઓનું વતન સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રા શહેર. તા. ૪-૪-૧૯૦૯ ને રોજ એમનો જન્મ થયો હતો. બુદ્ધિ તેજસ્વી હતી, અને કાર્યશક્તિ અને આપસૂઝ પણ ઘણી હતી. વીસ વર્ષની ઉંમરે શ્રી કપાસી અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી સ્નાતક થયા, અને એમનો વ્યવસાય-સમય શરૂ થયો. પહેલી જ કામગીરી એમણે સ્વનામધન્ય દેશભક્ત શ્રી મણિલાલ કોઠારીના ખાનગી મંત્રી તરીકેની સ્વીકારી. પૂરી ખબરદારી અને સમર્પણની ભાવનાથી બજાવી શકાય એવું આ કામ હતું. દેશભક્તિના પાઠ શ્રી કપાસીએ અહીં ગ્રહણ કર્યા. બે વર્ષ પછી ઓખાના મીઠાના કારખાનામાં સહમંત્રી તરીકે તેઓ જોડાયા. એકાદ વર્ષ પછી જ, ૨૪-૨૫ વર્ષની ઉંમરે, ખાસ ખબરપત્રી અને પત્રકાર તરીકેની એમની ઉજ્વળ કારકિર્દીની શરૂઆત થઈ. ૧૯૩૩માં તેઓએ “બૉમ્બે ક્રોનિકલ’, ‘મુંબઈ સમાચાર', “ફ્રી પ્રેસ જરનલ” વગેરેના ખાસ ખબરપત્રી તરીકે કામ શરૂ કર્યું. ૧૯૩૯માં તેઓ તે વખતના વડોદરા-રાજ્યના માહિતીખાતાના મદદનીશ અધિકારી તરીકે જોડાયા. ૧૯૪૦માં તેઓ ભારત-સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના મદદનીશ માહિતીઅધિકારી તરીકે દિલ્હી ગયા; ત્યારથી તેઓનો કાયમી વસવાટ દિલ્હીમાં થયો. ૧૯૪૬માં આ કામગીરી છોડીને તેઓએ ખબરપત્રી તરીકેનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો અને અનેક વર્તમાનપત્રોના એક પ્રતિષ્ઠિત ખબરપત્રી તરીકે ખૂબ નામના મેળવી. પાર્લામેન્ટના ખબરપત્રી તરીકે પણ એમણે સફળ કામગીરી બજાવી છે.
શ્રી કપાસી એક સફળ પત્રકાર અને વ્યવસાયી ખબરપત્રી હોવા ઉપરાંત એમને સમાજસુધારા અને ભ્રાતૃભાવના વિકાસમાં જીવંત રસ હતો. એ રીતે તેઓ દિલ્હીની જૈન અને જૈનેતર સંસ્થાઓ સાથે સંકળાયા હતા, અને ક્રમે-ક્રમે, બની શકે એટલી સમાજની સેવા કરવાની એમની જાહેર પ્રવૃત્તિ વિકસતી જતી હતી. દિલ્હીની ગુજરાત એજ્યુકેશન સોસાયટી, નવી દિલ્હીની ગુજરાતી ક્લબ, દિલ્હીનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org