________________
શ્રી ચાંપશીભાઈ ઉદેશી
૩પ૧ મૂલવતાં “નવચેતન'નું સંપાદન બીજાં સામયિકો માટે દાખલારૂપ બની રહે એવું છે એમ જરૂર કહી શકાય.
શ્રી ચાંપશીભાઈનું મૂળ વતન સૌરાષ્ટ્રમાં ગોંડલ શહેર. એમનો જન્મ વિ. સં. ૧૯૪૮ના ચૈત્ર વદિ ૧૨ના રોજ ટંકારા ગામમાં થયેલો. કુટુંબની સ્થિતિ સાધારણ, એટલે એમના પિતા શ્રી વિઠ્ઠલદાસભાઈને કલકત્તા જવું પડ્યું. એમની સાથે ચાર જ વર્ષની વયે શ્રી ચાંપશીભાઈ પણ કલકત્તા ગયા, અને મૅટ્રિક સુધી ત્યાં જ અભ્યાસ કરીને વ્યવસાયમાં જોડાયા. જિંદગીની શરૂઆતથી જ મર્યાદિત આવકમાં સાદાઈપૂર્વક જીવવાની એમને જે તાલીમ મળી, તેથી એમના જીવનમાં સાદગી અને ઉત્તમ વિચારોનો સમન્વય સધાઈ ગયો.
કલકત્તામાં ગુજરાતી ભાષાનું પ્રેસ ચલાવવું એ પણ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ હતું; પણ એથી શ્રી ચાંપશીભાઈ પાછા ન પડ્યા. આ કાર્યમાં શ્રી ચાંપશીભાઈનું એક સાહિત્યસર્જક તરીકેનું ખમીર પણ એમની વહારે આવ્યું હોય એમ લાગે છે. શ્રી ચાંપશીભાઈએ કવિતા, નાટક, વાર્તાઓ, નવલકથાઓ અને નિબંધરૂપે ગુજરાતને સારી એવી સાહિત્યપ્રસાદી તેમ જ કળાસામગ્રી પણ આપી છે. આ બધાની પાછળ “મારું “નવચેતન” સુવાચ્ય કેમ બને અને ચિરકાળ સુધી ટકી કેમ રહે” એ જ શ્રી ચાંપશીભાઈની ઝંખના રહી છે. પોતાના સંતાનને તંદુરસ્ત અને દીર્ઘજીવી બનાવવા માતા જેમ ઠેર-ઠેર ફરવામાં થાકતી નથી, તેમ શ્રી ચાંપશીભાઈ “નવચેતન'ને માટે વડોદરા અને અમદાવાદમાં સ્થિર થયા એ વાતને પણ ૨૩-૨૪ વર્ષ થવા આવ્યાં.
૮૧ વર્ષના ચાંપશીભાઈમાં છે ૫૧ વર્ષનાં “નવચેતન'ને સમૃદ્ધ કરવાની એવી જ ઝંખના અને એ માટે રોજ સાત-આઠ કલાક કામ કરવાની એવી જ ફૂર્તિ ! પ્રભુના કૃપાપ્રસાદનું આથી મોટું બીજું કયું પ્રમાણપત્ર ? .
(તા. ૨૦-૫-૧૯૭૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org