________________
શ્રી ચાંપશીભાઈ ઉદેશી
૩૪૯ ગુજરાતી સમાજ, જૈનસભા, જૈન એસોસિએશન, પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયા, પ્રેસ એસોસિયેશન, કૉન્સ્ટિટ્યૂશન ક્લબ, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ વર્લ્ડ અફેર્સ, ઇન્ટરનેશનલ કલ્ચરલ ફોરમ જેવી સંખ્યાબંધ સાંસ્કૃતિક અને સામાજિક સંસ્થાઓ સાથે તેઓ એક યા બીજા રૂપે જોડાયેલા હતા; અને એ રીતે દેશની તેમ જ સમાજની પ્રગતિમાં પોતાનો અદનો ફાળો આપતા રહેતા હતા. સને ૧૯૬૦માં સ્થપાયેલ “જૈન મિલન” અને “ગુજરાત મિત્રમંડળ'ના તેઓ સ્થાપક સભ્ય હતા.
વળી, શ્રી કપાસીને દેશના અર્થશાસ્ત્રનું અને ઉદ્યોગોનું પણ સારું જ્ઞાન હતું. તેથી તેઓને દેશના આગળ પડતા ઉદ્યોગપતિઓ સાથે, ઉદ્યોગ-મંડળો સાથે, તેમ જ ઉદ્યોગો સાથે નોંધપાત્ર સંબંધ હતો. એમણે “ઇકોનોમિક ટ્રેઝ એન્ડ ઇન્ડિકેશન' નામનું એક પત્ર પણ શરૂ કર્યું હતું.
આ રીતે શ્રી કપાસીએ દિલ્હીમાં પોતાની ધંધાકીય અનેકવિધ કાર્યવાહી દ્વારા તેમ જ વિવિધ ક્ષેત્રને સ્પર્શતી જાહેર સેવાપ્રવૃત્તિ દ્વારા – એમ બંને રીતે પોતાની કારકિર્દીને ઉજ્વળ બનાવી હતી, અને પોતાના મિત્રો અને પરિચિતોના વિશાળ વર્તુળમાં સૌજન્ય અને સૌહાર્દની ખૂબ સુવાસ પ્રસરાવી હતી.
જૈન સમાજની દૃષ્ટિએ એમની સેવાઓ ખૂબ કીમતી હતી. ખાસ કરીને દિલ્હીના જૈન ફિરકાઓમાં એકતાની ભાવનાને વહેતી કરવામાં અને એ રીતે દેશમાં જૈન ફિરકાઓમાં એક્તાની ભાવનાને વેગ આપવામાં શ્રી કપાસીએ જે ફાળો આપ્યો છે તે નોંધપાત્ર છે. આજે જ્યારે જૈન ફિરકાઓની એકતા માટે વિશેષ પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે શ્રી કપાસીની સેવાઓ વિશેષ યાદ આવે છે, અને એમની વિદાય વિશેષ વસમી લાગે છે.
(તા. ૧૨-૪-૧૯૬૯)
(૫) સ્વસ્થ કાર્યનિષ્ઠાને વરેલા શ્રી ચાંપશીભાઈ ઉદ્દેશી
દૃષ્ટિ ઉદાર, વિશાળ અને સત્યશોધક હોય, વૃત્તિ કોઈનું પણ ભલું કરવાની હોય અને કાર્યશક્તિ મુજબ કાર્યક્ષેત્ર પસંદ કરીને એમાં પૂર્ણયોગથી નિષ્ઠાપૂર્વક જોડાઈ જવાની ઝંખના હોય, તો જીવન કેવું મંગલમય અને સફળતાથી શોભતું બની શકે છે, એનું પ્રેરક અને બોલતું ઉદાહરણ સુપ્રસિદ્ધ “નવચેતન' માસિકના તંત્રી સ્વનામધન્ય શ્રીયુત ચાંપશીભાઈ વિઠ્ઠલભાઈ ઉદેશીના જીવનમાં જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org