________________
૩૪૨
અમૃત-સમીપે (૨) આદર્શ, સત્યનિષ્ઠ પત્રકાર શ્રી પરમાનંદભાઈ
સર્વ જિન સમૂયં (સમગ્ર વિશ્વમાં સત્ય જ સારભૂત છે) –- સત્ય વગર સિદ્ધિ નથી, આનંદ નથી, શાંતિ નથી. સત્યની ઉપાસના એ જ જીવનની કૃતાર્થતા.
પણ જીવનની સાધના માટે સત્યની ઉપાસના જેટલી અનિવાર્ય છે, એટલી જ મુશ્કેલ છે; કદાચ મુશ્કેલ હોવાને લીધે જ એનો આટલો મહિમા અને આટલો આગ્રહ હશે.
- તેમાં ય ત્યાગી-વૈરાગી યોગી શાંત-એકાંત સ્થાનમાં, એકાગ્રતા સાધીને, અંતરતમ સત્યનો સાક્ષાત્કાર કરે એ એક વાત છે, અને સંસારમાં આધિ-વ્યાધિઉપાધિઓની અનેક જંજાળો વચ્ચે રહીને, પત્રકાર તરીકેનો કંટકછાયો માર્ગ પસંદ કરીને, અનેક ઘટનાઓ અને વિચારસરણીઓમાંથી સત્યનું દોહન કરવું અને વર્તનમાં એને વફાદાર રહેવું એ સાવ જુદી વાત છે.
સત્યની ઉપાસના કરતાં કોઈનું પણ અકલ્યાણ થાય કે એમાં અસંસ્કારિતાની બદસૂરતી જન્મે તો સત્યની મંગલમયતા કે સ્વયં સત્યતા જ ઘવાયા વગર ન રહે. એટલા માટે તો “સત્યં શિવં સુન્દરમ' સૂત્રને જીવન અને સંસ્કૃતિનો એક ઉચ્ચ આદર્શ માનવામાં આવેલ છે. જીવનને સ-
વિગ્નાનન્દ્રના અમૃતરસથી તરબોળ બનાવવાનું અમોઘ સાધન પણ આ જ આદર્શ છે.
- શ્રીયુત પરમાનંદભાઈ કુંવરજીભાઈ કાપડિયા “સત્યં શિવં સુન્દરમ'ના આદર્શના આશક અને ઉપાસક પ્રાજ્ઞપુરુષ છે. એમના જીવનના અનેક પાસાં અને એમને પ્રિય અનેક રસો છે; અને પ્રસન્નતાપૂર્વક જીવન જીવવાની કળાના તેઓ કુશળ કલાકાર છે. આમ છતાં એક સત્યનિષ્ઠ પત્રકાર તરીકેની સફળ કારકિર્દી એ એમના જીવનની સર્વોપરિ વિશિષ્ટતા છે. એમ લાગે છે કે કલ્યાણકારી અને સોહામણા સત્યને સમજવાનું અને બીજાને સમજાવવાનું ઉત્તમ સાધન એમને પત્ર કે સામયિક લાગ્યું; એથી તેઓ પત્રકારત્વ તરફ વિશેષ આકર્ષાયા, અને સિદ્ધહસ્ત પત્રકાર બન્યા.
શ્રી પરમાનંદભાઈના પ્રિયમાં પ્રિય માનસ-સંતાન “પ્રબુદ્ધજીવનને પચીસ વર્ષ પૂરાં થયાં, એથી આજે મુંબઈમાં એનો રજત-ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. એવા આનંદજનક અવસરે “પ્રબુદ્ધજીવનના પ્રણેતા અને પ્રાણ એવા શ્રી પરમાનંદભાઈનો થોડોક પરિચય આપવો અવસરોચિત લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org