________________
.
પત્રકારો
(૧) સૌરાષ્ટ્રના ભડવીર પત્રકાર શ્રી અમૃતલાલ શેઠ
સૌરાષ્ટ્રની ધિંગી ધરતીના તેજીલા ખમીરના પ્રતિનિધિ સમા શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ, તા. ૩૦-૭-૧૯૫૪ને રોજ મુંબઈ મુકામે, મૃત્યુની અમર પછેડી ઓઢીને ચિરનિદ્રામાં પોઢી ગયા છે.
શ્રી શેઠનું જીવન એટલે નર્યા ચેતનનો સતત ઊડતો ફુવારો. એક કામ માથે લીધું એટલે પછી ન ઊંઘ, ન આરામ, ન નિરાંત. તન કે મન ભલે ને નિચોવાઈ જતાં હોય, પણ લીધું કામ પાર પાડ્યા વગર જંપે એ બીજા.
રાષ્ટ્રદેવતાની હાકલે અને બંદીવાન બનેલી માતૃભૂમિની જંજીરોના રણકારે જેવાં શ્રી શેઠના હૈયાનાં દ્વાર ખખડાવ્યાં તેવું જ તેઓએ રાષ્ટ્રસેવાને ચરણે પોતાનું જીવન સમર્પી દીધું, અને પોતાની સમસ્ત ખૂબીઓ અને શક્તિઓ રાષ્ટ્રમુક્તિના સંગ્રામમાં કામે લગાડી દીધી. એમનો રૂઆબ અને મિજાજ તો હતો સેનાપતિ જેવો, છતાં રાષ્ટ્રની આઝાદીના યુદ્ધમાં જો આગે બઢાતું હોય તો તેઓ અદનામાં અદના સિપાહી બનવામાં પણ મોજ ગણતા; અને જરૂર પડતાં સિપાહસાલાર (સેનાપતિ) બનવામાં તો એમને જન્મજાત લિજ્જતનો અનુભવ થતો. રાષ્ટ્રમુક્તિના સંગ્રામમાં એમણે દાખવેલ આ બેવડી ભૂમિકા તો એમની કાર્ય પ્રત્યેની વફાદારીની બે યશકલગીઓ બની રહેશે.
વળી તે કાળે બ્રિટિશ હિંદના વતનીઓ કરતાં રાષ્ટ્રમુક્તિ માટેનું એમનું કાર્યક્ષેત્ર તો અનેકગણું આકરું, અટપટું અને જીવ-સટોસટનું હતું. તેમનું મુખ્ય કાર્ય દેશી રજવાડાંઓની સામે બાખડીને તેમનાં પોકળો અને અંધેરો ખુલ્લાં પાડીને અત્યંત ઘેરી નિંદ૨માં પોઢેલી પ્રજાને વહેલામાં વહેલી જાગૃત કરવાનું હતું. આ કામ તો તૂટેલા શઢ અને ફૂટેલા તળિયાવાળા વહાણના સહારે તોપોથી ગાજતો સામો કિનારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org