________________
૩૩૮
અમૃત-સમીપે તેઓનું મૂળ વતન જોધપુર, પિતાનું નામ નથરાજજી, માતાનું નામ પ્રતાપબાઈ. સને ૧૯૦૮માં એમનો જન્મ. જોધપુરમાં રહીને જ તેઓએ દસ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ ભલે ઓછો કર્યો હતો, પણ ધર્મભાવના, કર્તવ્યભાવના અને સેવાભાવનાનું ખમીર એમના રોમરોમમાં ધબકતું હતું. એમાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી તથા આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજીની પ્રેરણાનું બળ ઉમેરાયું -- જાણે ભણસાળીજીને સમાજસેવાની દીક્ષા મળી ! અને એમણે શિક્ષણના પ્રચાર દ્વારા સમાજનો ઉત્કર્ષ સાધવાના શાંત છતાં નક્કર કાર્યને પોતાના જીવનકાર્ય તરીકે હંમેશને માટે સ્વીકારી લીધું અને પોતાની સર્વ શક્તિ, બુદ્ધિ અને ભાવનાનાં ખાતર પાણી આપીને એને નવપલ્લવિત અને સફળ બનાવ્યું. એનાં ફળ નવી પેઢીના સંસ્કાર-ઘડતરરૂપે જે મળ્યાં, તે માટે એ સંસ્થામાં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓ એમના ઉપકારોનું ચિરકાળ સુધી સ્મરણ કરતા રહેશે ; સમાજ પણ એમની સેવાઓને નહીં વિસરી શકે.
શ્રી ભણસાળીજીની સફળતા અનેક ગુણો અને શક્તિઓને આભારી હતી. પહેલી વાત તો હતી સ્વીકારેલ જવાબદારીને ગમે તે ભોગે પૂરી કરવાની જાગૃતિની. ઉપરાંત, કાર્યસૂઝ, અદમ્ય કાર્યશક્તિ, સચ્ચરિત્રતા, ધર્માનુરાગ, સાદાઈ, સ્વસ્થતા, વ્યવહારદક્ષતા, સમાજના આગેવાનો સાથે મીઠા સંબંધો રાખવાની કુનેહ અને સાથે-સાથે અવસર આવ્ય હૃદયને કલુષિત બનાવ્યા વગર સાચી વાત કહેવાની આવડત અને હિંમત વગેરે ગુણોને એમની સફળતાની ચાવીરૂપ લેખી શકાય.
પણ એક છાત્રાલયના સંચાલક તરીકે તેઓએ જે સફળતા અને વિદ્યાર્થીઓ તથા સમાજની જે ચાહના મેળવી તે તો માતા જેવા હેતાળ અને પિતા સમાન વાત્સલ્યસભર અને વખત આવ્ય અનુશાસનની શક્તિ ધરાવતા હૃદયને કારણે જ. તેઓના આવા હિતચિંતક અને હેતાળ હૃદયને કારણે તેઓની આસપાસ સંસ્થાના જૂના તેમ જ ચાલુ વિદ્યાર્થીઓનું તથા વિદ્યાર્થીઓના વાલીઓનું એક કુટુંબ જ રચાઈ ગયું હતું, અને એના બળ ઉપર તેઓ ગોડવાડના સમાજ પાસે સંસ્થાને લાભકારક બની શકે એવું કામ વિશ્વાસપૂર્વક કરાવી શકતા હતા.
તેઓની આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી પ્રત્યેની ભક્તિ અનન્ય હતી. શ્રી ભણસાળીજીની નિર્ભેળ સેવાવૃત્તિને કારણે આચાર્યશ્રી પણ તેઓના ઉપર ખૂબ ભાવ રાખતા હતા. આચાર્ય મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી માટે તેઓ કંઈ-કંઈ મનોરથો સેવતા હતા, પણ તે અધૂરા રહ્યા
આવા એક સંનિષ્ઠ અને સેવાપ્રેમી મહાનુભાવનું તા. ૧૭-૫-૧૯૭૦ના રોજ એમના કર્મક્ષેત્ર વરકાણામાં ૬૨ વર્ષ જેવી પ્રમાણમાં નાની કહી શકાય એવી ઉંમરે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થતાં સંસ્થા અને ગોડવાડ સમાજ બંનેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org