________________
પંડિત શ્રી જગજીવનદાસભાઈ
૩૨૫ માનવીય ગુણો છે. તેમણે પોતાની સંસ્કારિતાની છાપ જેમ અનેક વિદ્યાર્થીઓના અંતરમાં પાડી છે, એમ પોતાનાં સંતાનો અને કુટુંબીઓ ઉપર પણ પાડી છે; તેથી એમનું કુટુંબજીવન સ્નેહાળ અને સુખ-શાંતિભર્યું બન્યું છે.
અનેકોના સ્નેહાળ સ્વજન જેવા શ્રી ફૂલચંદભાઈ જ્યારે ગુરુકુળમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે ત્યારે પોતાની ચિરકાલીન સમાજ-સેવા માટે એ સૌની પ્રશંસાના અધિકારી છે. અમને લાગે છે કે શ્રી ફૂલચંદભાઈની આ નિવૃત્તિ એ કાયમી નહીં પણ અલ્પકાલીન જ નીવડવાની છે. એમનામાં હજી પણ જે કાર્યશક્તિ, જાહેરજીવનનો રસ અને સમાજસેવાની ધગશ છે તે એમને અન્ય સેવાકાર્ય સાથે જોડ્યા વગર નથી રહેવાનાં. ભારત જૈન સેવા સંઘની સ્થાપના માટે શ્રી ફૂલચંદભાઈ સતત ઝંખ્યા કરે છે.
(તા. ૨૮-૧-૧૯૯૧)
(૭) વિધાતપસ્વી જીવનવીર પંડિત શ્રી જગજીવનદાસભાઈ
ભાવનગરનો એક અગોચર ખૂણો : કરચલિયાપરા; ત્યાં એક નાનું સરખું ખોરડું. એમાં અત્યારની સગવડોનું કોઈ નામ નહીં, ને વળી તે પોતાનું ય નહીં; એમાં એક જીવન-સાધક વિદ્યાતપસ્વી રહે. સુખસગવડનાં સાવ ટાંચાં સાધન અને કમાણી પણ, જ્ઞાન અને પુરુષાર્થના પ્રમાણમાં, સાવ ટાંચી; છતાં મનને ક્યારેય ઓછું આવવા ન દે, કે ચિત્તને ગરીબીના ઓછાયાથી અભડાવા ન દે. જ્યારે જુઓ ત્યારે મસ્તી, ખુમારી અને સ્વમાનશીલતાની આભા એમની ચોપાસ વિસ્તરતી હોય અને મળવા જનારને પાવન કરતી હોય, પ્રેરણા આપતી હોય, વાત્સલ્યનું પાન કરાવતી હોય. નાનાં-મોટાં સૌ ઉપર એકસરખી વહાલપ વરસાવતું કેવું એ જીવન ! અને એ દિલ પણ કેવું દરિયાવ ! એ સ્વનામધન્ય પ્રાજ્ઞ પુરુષનું નામ પંડિત શ્રી જગજીવનદાસ પોપટલાલ સંઘવી.
આ વિદ્યાતપસ્વી થોડા દિવસ પહેલાં (વિ. સં. ૨૦૨૨, ચૈત્ર સુદિ ૭, તા. ૨૯-૩-૧૯૩૩) ૭રમે વર્ષે, પોતાના યશસ્વી જીવન અને કાર્યની પૂર્ણાહુતિ કરીને પરલોકના પ્રવાસે વિદાય થયા; અને ભાવનગરની એ સંસ્કૃત-પ્રાકૃતના જ્ઞાનની અને જીવન-ઘડતરના સંસ્કારની નાનીસરખી છતાં સમૃદ્ધ દાનશાળાનાં દ્વાર સદાને માટે બિડાઈ ગયાં ! શાળા, મહાશાળા અને વિશ્વવિદ્યાલયનાં કેટકેટલાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને પંડિતજીએ એક સાચા ઋષિની જેમ વાત્સલ્યપૂર્વક અને નિઃસ્વાર્થભાવે વિદ્યા અને સુસંસ્કારનું દાન કરીને એમનાં જીવનને અજવાળ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org