________________
શ્રી ફૂલચંદભાઈ દોશી
(૬) આદર્શ ગૃહપતિ શ્રી ફૂલચંદભાઈ
શ્રીયુત ફૂલચંદ હરિચંદ દોશી એ જૈન સમાજના કેળવણીના ક્ષેત્ર સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા એક જાણીતા કાર્યક છે, અને છેલ્લાં અઢાર વર્ષથી તેઓ પાલીતાણામાં આવેલ સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા શ્રી યશોવિજય જૈન ગુરુકુળના નિયામકપદે કામ કરી રહ્યા છે. હવે તાજેતરમાં જ (ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખથી) તેઓ એ પદેથી નિવૃત્ત થવાના છે, એ પ્રસંગે એમની દીર્ઘકાલીન સેવાની નોંધ લેવી એ જરૂરી તેમ જ આનંદજનક પણ લાગે છે.
૩૨૩
શ્રી ફૂલચંદભાઈની વિશિષ્ટ યોગ્યતાને બહુ જ ટૂંકાણમાં ઓળખાવવા કહી શકાય કે તેઓ જન્મસિદ્ધ ગૃહપતિ છે, અને કોઈ પણ શિક્ષણસંસ્થાના ગૃહપતિપદે, નિયામકપદે કે અન્ય મુખ્ય પદે રહીને એનું સફળ રીતે સંચાલન કરવાની વિરલ શક્તિ અને આવડત એમને સહજ રીતે પ્રાપ્ત થયેલી છે.
વળી વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરતી પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ આપતી શાળા-મહાશાળાના અધ્યક્ષપદે રહીને એવી સંસ્થાઓનું સંચાલન કરવું એ એક વાત છે, અને જ્યાં અનેક વિદ્યાર્થીઓ રહેતા, જમતા અને સંસ્કાર મેળવતા હોય એવાં છાત્રાલયો કે ગુરુકુળોનું સફળ રીતે સંચાલન કરીને વિદ્યાર્થીઓના અંતરમાં આદરભર્યું સ્થાન મેળવવું એ સાવ જુદી વાત છે. પહેલામાં કદાચ કેવળ સારી વ્યવસ્થાશક્તિ હોય તો પણ કામ ચાલે, પણ બીજામાં તો સંસ્થાના વ્યવસ્થાપકોને સંતોષ આપવાની આવડત, સંસ્થાનું સંચાલન કરવાની વ્યવસ્થાશક્તિ, વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવવાની માતા જેવી મમતા, એક મનોવૈજ્ઞાનિકની રીતે વિદ્યાર્થીઓના માનસને સમજવાની અને યોગ્ય દિશામાં વાળવાની કાબેલિયત અને વિદ્યાર્થીઓના ઘડતરના સંબંધમાં થતાં નવાં-નવાં સંશોધનો અને ઇલાજોથી માહિતગાર રહેવાની અને એનો યથાશક્ય અમલ કરવાની દૃષ્ટિ – વગેરે અનેક ગુણો કે શક્તિઓ હોય તો જ ગૃહપતિ તરીકેની કારકિર્દી સફળ બને છે. શ્રી ફૂલચંદભાઈને માટે કહેવું જોઈએ કે એમનામાં આવા બધા ગુણો અને આવી બધી શક્તિઓ સહજસિદ્ધ છે; એને લીધે જ તેઓ અનેક છાત્રાલયો કે ગુરુકુળોનું સફળ રીતે સંચાલન કરી શક્યા છે.
વળી વિશેષ નોંધપાત્ર અને હર્ષજનક બીના તો એ છે કે પોતાની આવી વિશિષ્ટ યોગ્યતા હોવા છતાં, અને આવા કાબેલ કાર્યકરોની બીજે પણ ઓછપ હોવા છતાં, તેમ જ અનેક જૈનેતર સંસ્થાના સંચાલક તરીકે જોડાવાની વિનંતીઓની પૂરી શક્યતા હોવા છતાં, શ્રી ફૂલચંદભાઈ જૈન સમાજની સંસ્થાઓ સાથે જ સંકળાયેલા રહ્યા, અને પોતાના દિલમાં રહેલી સમાજસેવાની ધગશથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org