________________
પંડિત શ્રી જગજીવનદાસભાઈ
૩૨૯
તો કોઈ અવકાશ જ નહીં; અને વખત આવ્યે તેઓ આંખોમાં આંસુ ઊભરાઈ આવે એવો ઠપકો પણ આપતા. પણ વાત્સલ્યમૂર્તિ એવા કે થોડી જ વારમાં આપણને લાગે કે આ તો છે આપણા હિતચિંતક અને શિચ્છત્ર ! એમણે કોઈ વિદ્યાર્થી ઉપર શિક્ષક તરીકે અમલદારી કર્યાનું યાદ નથી.
અભ્યાસના વર્ગ સિવાય તેઓ વિદ્યાર્થીઓ સાથે એવા તો એકરસ બની જાય કે જાણે વિદ્યાર્થીના મિત્ર જ ! ફૂટબૉલ રમવો હોય, દોડાદોડી ક૨વી હોય, તરવા જવું હોય કે બીજું કોઈ સાહસ ખેડવું હોય, બધાયમાં પંડિતજી વિદ્યાર્થીઓની સાથે ને સાથે જ. શરીરને ખડતલ અને મનને મસ્ત બનાવવાના તેઓ ખાસ હિમાયતી. એ બધું સંભારતાં આજે અંતર બોલી ઊઠે છે કે તે દિ નો વિવસા: તા ૧ (એ દિવસો તો ગયા તે ગયા).
તેમણે થોડોક વખત મુનિરાજોને કે પાઠશાળામાં અધ્યયન કરાવ્યું અને કેટલોક વખત શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળમાં કામ કર્યું. તે સિવાયનો બધો વખત પંડિતજીના મર્મસ્પર્શી અને વ્યાપક પાંડિત્યનો અને એમની મમતા અને નિષ્ઠાભરી અધ્યાપનશૈલીનો લાભ ભાવનગરના બધી કોમોના વિદ્યાર્થીઓને મળતો રહ્યો. સં. ૧૯૭૬માં એમણે ભાવનગરમાં કામ કર્યું, ૧૯૭૮માં ફરી તેઓ ભાવનગર ગયા, અને ૧૯૮૧થી તો એમણે ભાવનગરમાં કાયમી સ્થિરતા કરી, અને પૂરી બે વીશી જેટલા સુદીર્ઘ સમય સુધી એકલે હાથે શ્રી જૈનધર્મ પ્રસારક સભા હસ્તકની શ્રી ગંભીરવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક અધ્યાપક નહિ પણ તેના તરીકે સંસ્કૃત-પ્રાકૃતના શાળા તથા કૉલેજ કક્ષાના વિદ્યાર્થીઓ માટે, મૂઠીભર કમાણી છતાં ય, જ્ઞાનસત્ર ચલાવતા રહ્યા. પંડિતજીએ જે થોડાંક પ્રાચીન સંસ્કૃત ચરિત્રો, કાવ્યોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે તે એમની યાદગાર પ્રસાદીરૂપ બની રહેશે. આ બધો સમય દરમિયાન આદર અને મમતાપૂર્વક ભાવનગરના જૈનસંઘે પંડિતજીને સાચવવા જે લાગણી બતાવી તેને લીધે પંડિતજી પોતાનું જ્ઞાનસત્ર સરળતાપૂર્વક ચાલુ રાખી શક્યા એમ કહેવું જોઈએ.
આત્મા
-
કુદરત ક્યારેક રામને માટે હનુમાનને પેદા કરવા જેવી ઉપકારક ઘટનાનું પુનરાવર્તન કરે છે. ભાવનગરમાં એક સામાન્ય સ્થિતિનાં અને નાની ઉંમરે વિધવા થયેલાં બહેન કરચલિયા-પરામાં રહે; સમરતબહેન એમનું નામ. કઠોર કુદરત સામે ઝૂઝીને એ બહેન પોતાનું ઘર ચલાવે અને કુટુંબને નિભાવે. કોઈ સદ્ભાગ્યના યોગે પંડિતજીની સરળતા અને સમરતબહેનની મમતા એકબીજાને પિછાણી ગઈ, અને તેઓ જીવનભરનાં ભાઈ-બહેન બની ગયાં ! સમરતબહેને પોતાના ‘પંડિતભાઈ'ની જે ચીવટભરી સંભાળ રાખી અને પંડિતજીએ પોતાનાં ‘સમુબહેનને જે રીતે સાચવી જાણ્યાં એનું સ્મરણ આજે પણ અંતરને ગદ્ગદ બનાવે છે. પંડિતજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org