________________
૩૩૦
અમૃત-સમીપે આટલો વખત નિરાકુલપણે વિદ્યાવિતરણ કરી શક્યા એમાં સમુબહેનનો ફાળો બહુ મોટો છે.
પણ કુદરત જ્યાં આવી અકળ સહાય કરે છે, ત્યાં આખા જીવનને કળ ચડી જાય કે આખું જીવન રોળાઈ જાય એવી કારમી આફત પણ વરસાવે છે ત્યારે સહેજે લાગી જાય છે કે આવા અકળ ભેજવાળી કુદરતને શું કહેવું ? સંવત્ ૧૯૮૬માં પંડિતજીએ કોઈ બીમારીની સામે દૂધવટીનો પ્રયોગ કર્યો. એ પ્રયોગ અવળો પડ્યો અને ૧૯૮૭માં એમની દીવા જેવી આંખોનાં તેજ સદાને માટે ઓઝલ થઈ ગયાં – પંડિતજી પ્રજ્ઞાચક્ષુ બની ગયાં ! છત્રીસ વર્ષની ભરયુવાન વય, અને જિંદગીની અડધી મજલ જ પાર કરેલી; એમાં જીવવું ખારું કે અમારું થઈ જાય એવો દુઃખદ આ પ્રસંગ બન્યો. પણ પંડિતજી જરા ય વિચલિત ન બન્યા; જીવનભરની સાધના એમની વહારે ધાઈ. તેઓ એક પુરુષાર્થ શૂરાની જેમ એ આફતની સામે ટકી રહ્યા, અને તે પછી પૂરાં છત્રીસ વર્ષ સુધી અખંડપણે જ્ઞાનયજ્ઞને ઝળહળતો રાખીને ખરેખર સ્થિતપ્રજ્ઞ બની રહ્યાં. “ર સેનાં પત્નીયન (ન તો દીનતા ધારણ કરવી કે ન સંકટથી ભાગવું) એ તેમનું જીવનસૂત્ર હતું.
માતા, પિતા અને ગુરુની ભક્તિ તો એમના રોમરોમમાં રમતી હતી. બચપણમાં માતા પોતાના આ લાડકવાયાને વધારે ઘી ચોપડેલી રોટલી પીરસતી તો એ લાડકવાયો એ રોટલી પિતાજીની થાળીમાં સરકાવીને રાજી થતો ! એક વાર બનારસમાં પંડિતજીના ગુરુ સભાપતિ શર્મા બીમાર પડ્યા. ત્યારે ૮-૧૦ દિવસ સુધી એમણે એમની ખૂબ દિલ દઈને સારવાર કરી હતી અને ૮૦-૮૦ પગથિયાં ઊતરી-ચડીને પાણીના ઘડા ભરી આપ્યા હતા. આવા શિષ્ય ઉપર ગુરુની અપાર કૃપા વરસે એમાં શી નવાઈ ? પોતાની મર્યાદિત આવકમાં પણ પંડિતજી પોતાનાં વૃદ્ધ માતા-પિતાને, નાના ભાઈ શ્રી ભાઈચંદભાઈને અને કુટુંબને સાચવવામાં ક્યારેય ચૂક ન કરતા.
એમના પિતાજીનું વિ. સં. ૧૯૯૩માં અવસાન થયું. તે પછી કેટલાક વખતે એમનાં માતુશ્રીની આંખો ગઈ; કુદરત પણ ક્યારેક કેવી કઠોર બને છે ! પણ પંડિતજી તો હારવાનું કે હતાશ થવાનું શીખ્યા જ ન હતા. પોતે અંધ છતાં માતાની આંખોના ઇલાજ માટે તેઓ ભાવનગરથી અમદાવાદ આવેલા અને અમારા મહેમાન બનેલા – એ દશ્ય આજે ય રોમાંચ ઉપજાવે છે, અને મુસીબતની સામે રાંક નહીં બનવાનો જીવંત પાઠ આપે છે. એમનાં માતુશ્રી વિ. સં. ૨૦૦૪માં વિદેહ થયાં.
પંડિતજી જેમ વિદ્યાપુરુષ હતા એવા જ ધર્મપુરુષ હતા. સાચી ધર્મભાવનાને એમણે જીવનમાં બહુ જ ઊંચે આસને બિરાજમાન કરી હતી. એક આદર્શ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org