________________
૩૦૩
શ્રી કેદારનાથજી આફ્રિકા જેવા અણવિકસિત, અગોચર પ્રદેશમાં પોતાનો સેવાયજ્ઞ આરંભવાનો સંકલ્પ કર્યો. એ માટે આફ્રિકામાં ગેબોન પરગણામાં લેમ્બરીને ખાતે એક હોસ્પિટલ સ્થાપવાનું નક્કી કર્યું. એ માટે શરૂઆતમાં પતિ-પત્નીએ સંગીતના જલસાઓ અને વ્યાખ્યાનસભાઓ યોજીને પૈસા એકત્ર કર્યા અને ૧૯૧૩માં એક નાની ઇસ્પિતાલ ત્યાં શરૂ કરી.
પછી તો પોતાને જે કંઈ ઇનામો મળ્યાં, જે કંઈ આવક થઈ એ બધું જ આ ઇસ્પિતાલને એમણે અર્પણ કરી દીધું – આ ઇસ્પિતાલ જ ડૉ. શ્વાઈઝરનું જીવન અને સર્વસ્વ બની ગયું; દર્દીઓ માટે તેઓ એક ફિરસ્તા બની ગયા.
૧૯૫૩માં શાંતિ માટેનું નોબેલ પારિતોષિક તેમના જેવી સુયોગ્ય વ્યક્તિને અર્પણ થયું, તેથી તેઓ પોતે વિશ્વવિદ્યુત થયા, તે સાથે એ પારિતોષિક પણ ગૌરવાન્વિત થયું.
આફ્રિકાના એક અજ્ઞાત ખૂણામાં આવેલા એ હોસ્પિટલે ૫૦ વર્ષ દરમ્યાન ૫૦ લાખ જેટલા દર્દીઓને ડૉ. શ્વાઈઝરની મમતાભરી સારવારનો લાભ આપ્યો. - સર્વ જીવન પ્રત્યેની અપાર કરુણા અને પોતાની જેમ બીજાને પણ સુખે જીવવા દો” એ આત્મૌપજ્યની દૃષ્ટિ જ તેમના ત્યાગ-બલિદાન-તિતિક્ષામય જીવનનું પ્રેરક બળ હતું. એ માટે જ તેઓ જીવ્યા અને કરુણાનો “મૂક' સંદેશ આપીને જ વિદેહ થયા.
(તા. ૧૧-૯-૧૯૧૫)
(૫) રાષ્ટ્રપ્રેમી જીવનશોધક સંત શ્રી કેદારનાથજી
ગત (૧૯૭૮ની) પંદરમી ઑગસ્ટના રાષ્ટ્રીય મહાપર્વના ઐતિહાસિક દિવસે, આપણા રાષ્ટ્રપ્રેમી સંતપુરુષ શ્રી કેદારનાથજીનું, મુંબઈમાં ૯૫ વર્ષની પરિપક્વ વયે નિર્વાણ થતાં, ભારતની એક નિર્ભેળ સત્યની ઉપાસક, વિશ્વકલ્યાણવાંછુ, તેજસ્વી પ્રતિભા આપણી સામેથી સદાને માટે અસ્ત થઈ ગઈ. બાકી તેઓ તો ઉચ્ચ કોટિની આત્મસાધના કરીને, પૂર્ણપણે કૃતાર્થ થઈ ગયા.
પોતાના પરિચિત જનોના વિશાળ વર્તુળમાં આદરભર્યા “નાથજી” નામથી ઓળખાતા શ્રી કેદારનાથજી પોતાની આગવી સાધના અને પોતાના આગવા વ્યક્તિત્વને કારણે, કેવળ પોતાની જન્મભૂમિ મહારાષ્ટ્રના જ નહીં, પણ ભારતભરના સંતપુરુષોમાં આગવું સ્થાન ધરાવતા હતા. પોતે એક યોગસાધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org