________________
૩૦૪
અમૃત-સમીપે મહાપુરુષ હોવા છતાં, સામાન્ય રીતે બને છે તેથી સાવ જુદી રીતે, પોતાના નામે ચમત્કાર, વહેમ કે અંધશ્રદ્ધાનું પોષણ થાય એ એમને હરગિજ મંજૂર ન હતું; કારણ કે વિચારશુદ્ધિ (નિર્ભેળ સત્ય) હોય તો જ જીવનશુદ્ધિ સાધી શકાય” એ વાતની એમને દૃઢ પ્રતીતિ થઈ હતી. તેથી જ તેઓએ પોતાના હૃદયની સાથે તર્કશુદ્ધ બુદ્ધિનો પણ સમાનરૂપે જ વિકાસ સાધ્યો હતો. એમની જીવનસાધનાની આ જ અનોખી વિશેષતા હતી, જે એમના “વિવેક અને સાધના” એ મૌલિક અને પ્રેરક પુસ્તકમાં પ્રતિબિંબિત થયેલ જોવા મળે છે.
“નાથજી' ગાંધીજીના સલાહકાર, કિશોરલાલ મશરૂવાળાના ગુરુ અને સંખ્યાબંધ ભાઈ-બહેનોના માર્ગદર્શક કે સલાહકાર બની શક્યા હતા, તે મુખ્યત્વે, તેઓની આ વિશેષતાને કારણે જ.
(તા. ૩૦-૮-૧૯૭૮)
(૬) અનાસક્ત મસ્તફકીર સ્વામી આનંદ
મહાત્મા ગાંધીજીના અંતેવાસી, આઝાદીના ભેખધારી અને અલગારી ફકીરીના આશક અને ઉપાસક સ્વામી આનંદ કોઈ પણ ધર્મનો પરંપરાગત સાંપ્રદાયિક વેશ ધારણ નહીં કરવા છતાં, સાધુ જ છે – કંચન, કામિની અને કીર્તિના સાચા ત્યાગી છે. આજન્મ બ્રહ્મચારી અને પરિવ્રાજક સ્વામી આનંદ કોઈ એક પંથ કે ફિરકાના નહીં, પણ માનવપંથી સાધુ છે. આ ખુદાના બંદાનું વ્રત આખી દુનિયાની ખિદમત બજાવવાનું છે.
આ નિજાનંદી મહાનુભાવની અનાસક્તિનો જ્વલંત દાખલો હમણાં જાણવા મળ્યો. દિલ્લીની સાહિત્ય-અકાદમીએ એમના પુસ્તક “કુળકથાઓ' માટે સને ૧૯૬૮ના ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ પુસ્તક તરીકે રૂ. ૫,૦૦૦નું પારિતોષિક જાહેર કર્યું અને એ માટે દિલ્હી આવવાનું નિમંત્રણ મોકલ્યું.
આ પારિતોષિક તથા સન્માનપત્ર સ્વીકારવાની તથા એ માટે દિલ્હી આવવાનું નિમંત્રણ સ્વીકારવાની પોતાની અશક્તિ લખી જણાવતાં સ્વામી આનંદે એકાદમીના મંત્રી ઉપર જે પત્ર લખ્યો છે, તેનો ગુજરાતી અનુવાદ “પ્રબુદ્ધ જીવનના તા. ૧-૪૧૯૭૦ના અંકમાં પ્રગટ થયો છે. એ સૌ કોઈએ અને વિશેષ કરીને ત્યાગીવર્ગ ધ્યાનપૂર્વક વાંચવા-વિચારવા જેવો હોઈ, અહીં સાભાર રજૂ કરીએ છીએ :
અકાદમીનો તથા તેના સલાહકાર-મંડળનો હું આભાર માનું છું, અને મારું જે ગૌરવ કરવામાં આવ્યું છે તે પ્રત્યે અત્યંત હૃદયપૂર્વક કૃતજ્ઞતા દાખવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org