________________
સાધ્વીશ્રી વિચક્ષણશ્રીજી
“તન-મન-ધન હો પ્રભુને શરણે, આ જ કાર્ય છે કરવાનું; કોઈ અમર થયું નથી જગમાં, માન-મોટપણ તજવાનું.
“હું અનંત ઉપકારી જિનશાસનની ચરણરજની એક શુદ્ર સેવિકા છું અને આ જીવન સુધી જ નહીં, પણ ભવોભવ સેવિકા રહું, એ જ હાર્દિક કામના છે.
“આપ શ્રીસંઘને મારો આગ્રહભર્યો અનુરોધ છે કે હવે પછી આપ આ વાતને ઊભી ન કરશો; આપનો નિર્ણય ફેરવી નાખશો અને કૃપા કરીને ચાદર સંબંધી વાત-ચર્ચાને જ બંધ કરી દેશો.”
કેવું નિખાલસ, સચ્ચાઈભર્યું અને હૃદયસ્પર્શી છે આ નિવેદન ! આ સાધ્વીજીના જીવનનો આવો જ એક બીજો પ્રસંગ જાણવા જેવો છે :
સાધ્વીજી-મહારાજની ઉંમર અત્યારે ૧૭ વર્ષની છે. તેઓએ તેરેક વર્ષની ઉમરે દીક્ષા લીધી હતી, એટલે ચાર વર્ષ પહેલાં એમના દીક્ષાપર્યાયને પચાસ વર્ષ પૂરાં થતાં હતાં. એ નિમિત્તે, દક્ષા પર્યાય-અર્ધશતાબ્દી-મહોત્સવ મોટા પાયે ઉજવવાની ખરતરગચ્છ-સંઘે ભાવના વ્યક્ત કરી તો આ મહાનુભાવ સાધ્વી – મહારાજે એ વાતનો એવી દઢતાપૂર્વક ઇન્કાર-વિરોધ કર્યો કે છેવટે સંઘને પોતાનો વિચાર પડતો મૂકવાની ફરજ પડી, અને કેવળ દાદાસાહેબની પૂજા ભણાવીને જ શ્રીસંઘે સંતોષ માન્યો.
સાધ્વીજીએ આ પ્રસંગે દર્શાવેલી નિર્મોહવૃત્તિ કેવી અનુમોદનીય અને અનુકરણીય બની રહે એવી છે ! પ્રવર્તિનીપદની ચાદર ઓઢાડવાની વાત ઊભી થઈ એ પ્રસંગે એમના આ ગુણનું શ્રીસંઘને ફરી દર્શન કરવા મળ્યું. ખરેખર, આવી અંતર્મુખપ્રવૃત્તિ એમના જીવન સાથે સહજપણે એકરૂપ બની ગઈ છે.
સંયમયાત્રાની અર્ધશતાબ્દી વખતે, સંશોધનનું કાર્ય કરતા કેટલાક વિદ્યાર્થીઓ સાધ્વીજીનાં દર્શન કરવા આવ્યા હતા, ત્યારે એમની સાથે જ્ઞાનોપાસના સંબંધી કેટલીક વાત કર્યા બાદ, તેઓએ વિદ્યાર્થીઓને એક મહત્ત્વનું સૂચન કરતાં કહ્યું હતું : “સંશોધનનું બીજું કામ કરતી વખતે પોતાના આત્મદેવની શોધ કરવાનું કાર્ય સર્વથી મુખ્ય મહત્ત્વનું છે એ વાતને પણ યાદ રાખવાની છે, અને એમ કરીને જીવનવિકાસમાં પ્રગતિશીલ થવાનું છે.”
આ સાધ્વીજી પોતાનાં શિષ્યાઓ તથા પ્રશિષ્યાઓના મોટા સમુદાયનું ખૂબ સારી રીતે અનુશાસન કરે છે; તેઓ સર્વે જ્ઞાન અને ચારિત્રની આરાધના પૂરી ભક્તિથી અને શક્તિથી કરે એનું બરાબર ધ્યાન રાખે છે, અને તેઓને પોતાના અધ્યયન અને પોતાની આવડતનો ઉપયોગ શાસનપ્રભાવના અને સમાજના તથા લોકોના કલ્યાણનાં કાર્યોમાં કરતાં રહેવા પ્રેરણા તથા પ્રોત્સાહન આપતાં રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org