________________
શ્રી “મોટા'
૨૯૫ તેઓ જનસમુદાયમાં “મોટા' નામે ઓળખાવા લાગ્યા એની વિગત કંઈક આવી છે. ગુરુએ “હરિ૩ૐ'નો મંત્ર આપ્યા પછી “હરિ ૐ મોટા' એ એમનું સૂત્ર બની ગયું હતું, અને તેઓ એનું વારંવાર રટણ કરતા કહેતા હતા. આનો ભાવ એ હતો કે વિશ્વમાં સૌથી મોટા હરિ જ છે અને એમના કરતાં વધારે મોટું કોઈ નથી. આ સૂત્રમાં ઈશ્વરપરાયણતા અને નમ્રતાનો ભાવ સમાયેલો છે. આ સૂત્રનું રટણ કરતાં-કરતાં તેઓ પોતે જ “મોટા' તરીકે ઓળખાવા લાગ્યા!
તેઓનો ૭૫મો જન્મદિન વડોદરામાં ઉજવાયો એ પ્રસંગે તેઓએ સાડા દસ લાખ રૂપિયા એકત્ર કરીને ભૌતિકશાસ્ત્ર, દાક્તરી વિજ્ઞાન અને ખેતીવાડીના વિશિષ્ટ સંશોધકોને દર વર્ષે દસ હજાર રૂપિયા જેવું પારિતોષિક હંમેશને માટે . આપી શકાય એ માટે એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનને સોંપવાનું વિચાર્યું.
(તા. ૧૯-૨-૧૯૭૨) મૃત્યુંજયનો વિરલ યોગ
પોતાના મરણને જાણે કાગળ લખીને નિમંત્રણ આપીને, મૃત્યુને મિત્રની જેમ હેત-પ્રીતથી આલિંગન કરીને અને પોતાના મરણનો પોતાના હાથે જ મહોત્સવ ઊજવીને શ્રી મોટાએ, તા. ૨૩-૭-૧૯૭૬ની શુક્રવારની મધરાતે, સમજ અને ઉલ્લાસપૂર્વક, ફાજલપુરની ધરતી ઉપર જે રીતે પોતાનો ૭૮ વર્ષ જેટલો વિસ્તૃત જીવનપટ સંકેલી લીધો, એ ઘટના મૃત્યુ-મહોત્સવની મહાકથારૂપે યાદગાર બની રહેશે. શ્રી મોટાના દિવ્ય અને ભવ્ય જીવનની આ છેલ્લી ઘટના પણ હંમેશાં એમની કીર્તિગાથા સંભળાવતી રહેશે કે શ્રી મોટાએ જેમ જીવનને પૂરેપૂરું જીવી જાણ્યું હતું, તેમ મૃત્યુને પણ મન ભરીને માણી જાણ્યું હતું.
પોતાના સ્વર્ગવાસના ચાર દિવસ પહેલાં, તા. ૧૯-૭-૧૯૭૬ના રોજ નડિયાદના પોતે સ્થાપેલ હરિ ૐ આશ્રમમાં રહીને, શ્રી મોટાએ દેહવિલયના પોતાના સંકલ્પની જાણ કરતો કેવો અદ્ભુત અંતિમ પત્ર લખ્યો હતો ! હૃદય સોંસરવો ઊતરી જાય એવી સીધી-સાદી હૃદયની વાણીમાં લખાયેલો એ મુદ્દાસરનો ટૂંકો પત્ર પણ આત્માના સાધકો અને શોધકો માટે ધાર્મિક દસ્તાવેજ રૂપે તથા શ્રી મોટાના અનાસક્તભાવની યશોગાથા રૂપે હમેશને માટે આદરને પાત્ર બની રહેશે. એ પત્રમાં તેઓશ્રીએ લખ્યું છે –
જે કોઈને આ અંગે લાગેવળગે છે તેઓ જોગ – હું ચુનીલાલ આશારામ ભગત ઉર્ફ મોટા, રહેવાસી હરિઓમ આશ્રમ - નડિયાદ, આથી જણાવું છું કે હું મારી રાજીખુશીથી મારી પોતાની મેળે મારું જડ શરીર છોડવા ઇચ્છું છું. આ દેહ ઘણા રોગોથી ઘેરાયેલો છે અને હવે લોકકલ્યાણના કામમાં આવે તેમ નથી. રોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org