________________
૨૮૮
અમૃત-સમીપે આ ઉપરાંત, આ સાધ્વીજીની પ્રેરણાથી શેઠ શ્રી સરદારમલજીએ સંજાણની હાઈસ્કૂલ માટે એકવીસ હજાર રૂપિયા તથા કેળવણી-ફંડમાં અગિયાર હજાર રૂપિયાની સખાવત કરી છે. શ્રી સરદારમલજી સેવાભાવી સગૃહસ્થ છે અને સંજાણ સ્ટેશન ઉપર એમનો બંગલો હોઈ મુંબઈ જતાં-આવતાં સાધુ-સાધ્વીઓની તેઓ ખૂબ ભક્તિ કરે છે.
પોતાની જીવનસાધના સાથોસાથ નિરીહભાવે સમાજ કલ્યાણની પ્રવૃત્તિનો માર્ગ સ્વીકારીને સ્વ અને પર બન્નેના ભલા માટે પ્રયત્નશીલ રહેતાં સાધ્વીજી શ્રી સગુણાશ્રીજી અને કીર્તિલતાશ્રીજીને ખૂબ-ખૂબ ધન્યવાદ ઘટે છે. અમે એમની આ પ્રવૃત્તિની હાર્દિક અનુમોદના કરીએ છીએ, અને શ્રીસંઘ એનું અનુકરણ કરે એમ ઇચ્છીએ છીએ.
આપણાં ગુરુઓ અને ગુરુણીઓ પોતાની શક્તિ અને પ્રવૃત્તિનો આ રીતે ઉપયોગ કરતાં થાય તો તેઓ “સાબોતિ સ્વરહિતાિ રૂતિ સધુર (જે પોતાનું અને બીજાનું કલ્યાણ સાધે તે સાધુ) એ વ્યાખ્યાને કેટલી સાચી પાડી શકે એનું આ એક જવલંત દૃષ્ટાંત છે.
(તા. ૧--૧૯૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org