________________
સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી
૨૭૫ જેથી દેશની ચારે દિશાના પ્રદેશોમાં જ્યાં-જ્યાં તેઓએ વિચરણ કર્યું, ત્યાં સર્વત્ર તેઓ ઘણા લોકોપકાર કરતાં રહ્યાં છે અને ખૂબ લોકચાહના મેળવતાં રહ્યાં છે.
પોતાના સંઘના આવા ઉપકારી સાધ્વીરત્નને, એમનાં અનોખા વ્યક્તિત્વ અને સત્કાર્યોને અનુરૂપ એવી પદવી અર્પણ કરીને એમના પ્રત્યેની પોતાની યત્કિંચિત્ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવાની ભાવના પંજાબનો શ્રીસંઘ લાંબા વખતથી સેવતો હતો. છેવટે, થોડા વખત પહેલાં, આ ભાવના ખૂબ પ્રબળ બની ગઈ, અને પંજાબનાં સમસ્ત શ્રીસંઘે આચાર્ય શ્રી વિજયઇન્દ્રદિક્ષસૂરિજીને સાધ્વીજીને પ્રવર્તિની’ પદવી આપવાની એવી લાગણીસભર અને હૃદયસ્પર્શી વિનંતી કરી કે જેથી એમણે એ વિનંતિનો ઉલ્લાસપૂર્વક સ્વીકાર કરીને, લુધિયાનામાં મકરસંક્રાંતિના (તા. ૧૪-૧-૧૯૭૯ના) પર્વદિને, સાધ્વીજીને “પ્રવર્તિનીનું પદ આપવાની જાહેરાત કરી. વધારામાં એમ પણ જાહેર કર્યું કે આ પદવી, તા. ૧૦૨-૧૯૭૯ના રોજ, કાંગડા તીર્થમાં થનાર નૂતન જિનાલયના શિલારોપણના શુભકાર્ય પ્રસંગે, તેઓ પોતે જ આપશે. પંજાબ શ્રીસંઘની અને આચાર્ય મહારાજની ભાવના એક સુયોગ્ય વ્યક્તિનું સુયોગ્ય સન્માન કરવાની હતી એ કહેવાની જરૂર નથી. આચાર્યશ્રીના આ નિર્ણયથી પંજાબનો શ્રીસંઘ ખૂબ હર્ષિત થઈ એ માટે કંઈક-કંઈક તૈયારી વિચારી રહ્યો હતો !
પણ સાધ્વી શ્રી મૃગાવતીશ્રીજી તો જુદી જ માટીનાં બનેલાં છે. એ માટી તપ-ત્યાગ-વૈરાગ્યની તથા જ્ઞાન-ક્રિયાની મૂંગી અને અપ્રમત્ત સાધના દ્વારા વિશુદ્ધ સંયમની આરાધના માટેની ઉત્કટ ઝંખનાથી કસાયેલી છે. એટલે તેઓને આ પદવીની વાત આનંદકારક નહીં, પણ ભારરૂપ અને પોતાના સાધનામાર્ગમાં અંતરાયરૂપ લાગી – તેઓની ઊંડી અંતર્મુખવૃત્તિ સાથે આ વાતનો કોઈ રીતે મેળ બેસી શકે એમ ન જ લાગ્યું. અને તેઓએ, વિવેક અને વિનમ્રતા સાથે, છતાં મક્કમતાપૂર્વક આ પદવી લેવાનો ઇન્કાર કરવાનો નિર્ણય કર્યો, અને પોતાનો આ નિર્ણય, તેઓએ ને એમની સાથેનાં સાધ્વીજીઓએ જુદીજુદી વ્યક્તિઓને લખી જણાવ્યો. આચાર્ય-મહારાજને પણ પોતાની મૂંઝવણની જાણ કરી, અને પદવી આપવાનો આગ્રહ જતો કરવાની સૌને લાગણીભરી વિનંતિ કરી. આ માટે તેઓએ લુધિયાના વગેરે સમસ્ત શ્રીસંઘોને ઉદ્દેશીને, નમ્ર વિનંતિ રૂપે તા. ૨૭૧-૧૯૭૯ના રોજ હિંદીમાં જે પત્ર લખ્યો છે તે એમની આત્મલક્ષી સાધુતાનું સુભગ દર્શન કરાવે એવો હોવાથી અહીં એનો અનુવાદ સાભાર રજૂ કરીએ છીએ : “તા. ૧૭મી-૧૭મી તારીખના તારોથી અચાનક જ મારા જાણવામાં આવ્યું કે આપ શ્રીસંઘ મને પદવી આપવા ઇચ્છો છો. આ જાણીને મને ઘણું જ દુઃખ થયું. આ વાત ક્યારેય ન થઈ શકે; હું પદવી કોઈ રીતે નહીં લઉં. આ મારો અફર નિશ્વય છે. મારે મારા સાધનામાર્ગમાં આગળ વધવું છે; આત્મસાધનાના માર્ગ સાથે આવી વાતોનો કોઈ મેળ નથી. બસ, આપ પંજાબ For Private & Personal Use Only
WWW.jainelibrary.org
Jain Education International