________________
સાધ્વીશ્રી રંજનશ્રીજી
૨૭૭ પાડવાની અદ્દભુત શક્તિ દાખવ્યાં, એ કોઈના પણ અંતરમાં એમના પ્રત્યે ભક્તિ અને બહુમાન જન્માવે એવાં હતાં.
આ મહાતીર્થ પ્રત્યેની ભક્તિ તો જાણે એમના અંતરમાં રોમેરોમમાં વસી ગઈ હતી. આ તીર્થનો જીર્ણોદ્ધાર માટે લાખો રૂપિયા ભેગા કરી આપવા માટે એમણે જાણે પોતાનાં ઊંઘ અને આરામને વિસારી મૂક્યાં હતાં. એ મહાતીર્થની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૧૭ના માહ મહિનામાં કરવાનું નક્કી થયું, ત્યારે સાધ્વીજી અમદાવાદમાં બિરાજતાં હતાં, અને શરીર પણ તંદુરસ્ત ન હતું; જે વ્યાધિ અંતે એમને માટે કાળરૂપ નીવડ્યો એ શરીરમાં પગપેસારો કરી ચૂક્યો હતો ! પણ તીર્થભક્તિની ઉત્કટ ભાવના આગળ સાધ્વીજીએ આવા કોઈ અવરોધની દરકાર ન કરી; અને લાંબો અને ઉગ્ર વિહાર કરીને તેઓ પ્રતિષ્ઠા વખતે સમેતશિખર પહોંચી ગયાં ! પણ આ સમય દરમ્યાન એમના મન ઉપર એક ધર્મસંકટનો મોટો ભાર હતો ? એમનાં ગુરુણીજી શ્રી તીર્થશ્રીજીને અમદાવાદમાં બીમાર અવસ્થામાં મૂકીને તેઓ નીકળ્યા હતાં. એટલે પ્રતિષ્ઠાનું કામ પતાવીને તેઓ એ જ વર્ષના જેઠ મહિનામાં અમદાવાદ પાછા આવી ગયાં; ક્યાં અમદાવાદ અને ક્યાં સમેતશિખર ! ભરઉનાળામાં આવો હજારો માઈલોનો ઉગ્ર વિહાર કરનાર સાધ્વીજીની ધર્મશક્તિ અને કર્તવ્ય-પ્રીતિ માટે કોઈનું પણ શિર ઝૂકી જાય એમ છે. આ પ્રસંગે સકળ સંઘને એમનામાં પ્રગટેલી અદ્ભુત આત્મશક્તિનું દર્શન થયું.
સાધ્વીજીનું મૂળ વતન અમદાવાદ. કુટુંબ ખૂબ ધર્મપરાયણ. એમના પિતાનું નામ શ્રી અમૃતલાલ ચુનીલાલ કુસુમગર, માતાનું નામ ગજરાબાઈ ઉર્ફે માણેકબાઈ; જાતે દશા પોરવાડ. એમનું પોતાનું નામ વિમળાબહેન. જન્મ વિ. સં. ૧૯૧૩ના ભાદરવા સુદિ આઠમે. સગપણ તો નાનપણમાં જ કરેલું; પણ જેનું જીવન વૈરાગ્યના માર્ગે કૃતાર્થ થવાનું હતું, એને આ બંધનો શી રીતે રોકી શકે ?
વિ. સં. ૧૯૭૪ની સાલમાં આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજી પાસે સૂરતમાં સાધ્વીજી શ્રી તીર્થશ્રીજીનાં શિષ્યા તરીકે એમણે દીક્ષા લીધી.
શ્રી રંજનશ્રીજીનો આત્મા સાચા વૈરાગ્યનો ચાહક આત્મા હતો. બુદ્ધિ, તેજસ્વી હતી જ્ઞાન-પ્રાપ્તિની ઝંખના તીવ્ર હતી, હૃદયમાં ધર્મ-પ્રીતિની ભાગીરથી વહેતી હતી અને સેવાભાવનાનું આકર્ષણ રોમેરોમમાં ભર્યું હતું. તેઓ તરત જ શાસ્ત્રોના અભ્યાસમાં લાગી ગયાં; સાથે સાધ્વી-જીવનની સામાચારીનું પણ અપ્રમત્તભાવે પાલન કરવા લાગ્યાં. સમુદાયમાં જે કોઈની સેવાચાકરી કરવાનો વખત આવે તેની તેઓ ખડે પગે સેવા કરવા લાગ્યાં. જ્ઞાન, ચારિત્ર અને સેવાપરાયણતાના ત્રિવેણી સંગમથી એમનું જીવન કૃતાર્થ બની ગયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org