________________
અમૃત-સમીપે
આપવાની ખૂબ જરૂર છે, એની સામે અમે અમારી આંખો કેવી રીતે બંધ કરી દઈ શકીએ ? પરિપૂર્ણ ત્યાગ તો ત્યારે જ શક્ય બને, જ્યારે આપણે માનવસભ્યતાથી દૂરદૂર જંગલમાં જઈને વસીએ.’
13
૨૭૪
સાધ્વીજીના આ ખુલાસામાં આપણને, આડકતરી રીતે, એમની પ્રવૃત્તિમાર્ગ-નિવૃત્તિમાર્ગને લગતી સાચી સમજણની ઝલક મળે છે. આપણા સંઘમાં આવાં વિદુષી, વિચારક, પ્રભાવશાળી સાધ્વી છે એ સંઘનું ગૌરવ અને સદ્ભાગ્ય છે. તેઓ હજુ પણ વિકાસ કરી શકે એવી વધુ મોકળાશ શ્રીસંઘ કરી આપે, અને એમની ભાવના અને શક્તિઓનો વધુ ને વધુ લાભ લે એ જ અભિલાષા. (તા. ૨૧-૩-૧૯૭૦)
(૨) કીર્તિનિરપેક્ષ સંઘસેવિકા સાઘ્વીરત્ન શ્રી મૃગાવતીશ્રીજી
યુગદ્રષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીના સમુદાયનાં આજ્ઞાવર્તી સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજી જેટલાં વિદુષી અને હૃદયસ્પર્શી વક્તા છે તેના કરતાં વધુ તેઓ વિનમ્ર અને વિવેકશીલ છે. સરળતા, વત્સલતા, મૃદુ-મધુરવાણી, અંતરની વિશાળતા, તેજસ્વિતા, ઉદાર દૃષ્ટિ, નિખાલસતા, નિરભિમાનતા, સૌમ્યશાંત પ્રકૃતિ, પ્રશાંત નીડરતા, સત્યપ્રિયતા, કરુણાદૃષ્ટિ, પરગજુવૃત્તિ વગેરે આંતરિક ગુણસંપત્તિથી એમનું આંતરજીવન ખૂબ વૈભવશાળી અને બાહ્ય વ્યવહાર ખૂબ પ્રભાવશાળી બનેલ છે.
આ ગુણોથી પોતાના પરમ ઉપકારી ગુરુદેવ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની જેમ, આ સાધ્વીજી પણ, નાત-જાત-વર્ણ-ધર્મના ભેદ વગર માનવમાત્રને પોતાના તરફ આકર્ષી એમના કલ્યાણનાં સહભાગી બની શકે છે.
આપમેળે જ જનસમૂહમાં નામના મળવા છતાં એથી મોહ પામીને સંયમસાધનાના સર્વમંગલકારી માર્ગેથી લેશ પણ ચલિત ન થઈ જવાય તે માટે તેઓ સતત જાગૃત, સ્વાધ્યાયનિરત અને કાર્યરત જ રહે છે. પંજાબના શ્રીસંઘ પ્રત્યેની એમની મમતા અને ધર્મપ્રીતિ તો, સાચે જ, અપાર છે; એમની ધર્મશ્રદ્ધા અને ભક્તિનાં જાણે તેઓ રખેવાળ છે. એ જ રીતે પંજાબનો શ્રીસંઘ પણ તેઓના પ્રત્યે આદર અને ભક્તિની લાગણી ધરાવે છે, અને એમનો પડ્યો બોલ ઝીલવા સદા તત્પર રહે છે. બાકી તો અંતર્મુખ સાધના અને જીવમાત્ર પ્રત્યેની વ્યાપક વત્સલતાને લીધે તેઓનું વ્યક્તિત્વ એટલું વિમળ અને પ્રભાવશાળી બન્યું છે, કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org