________________
૫
જૈન સાધ્વીજીઓ
(૧) સંસ્કારમાતા સાધ્વીશ્રી નિર્મળાશ્રીજી
વિદુષી સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજીનું નામ અને કામ જૈનસંઘમાં ઠીકઠીક જાણીતું છે. એક પ્રભાવશાળી વ્યાખ્યાતા તરીકે તેઓએ જૈન-જૈનેતર વર્ગમાં સારી ચાહના મેળવી છે. એમની આવી નામના અને લોકચાહનામાં જેમ એમની વિદ્વત્તા અને વ્યાખ્યાનશક્તિનો ફાળો છે, તેમ એમાં એમના અંતરમાં સતત વહેતી જનકલ્યાણની ભાવનાનો પણ ઘણો મોટો ફાળો છે. વિદ્વત્તા, વફ્તત્વશક્તિ અને લોકકલ્યાણની ભાવના – એ ત્રણેનો સંગમ વિરલ જ બન્યો છે.
એમની ઊર્મિ તો એમને કંઈ કંઈ કરવા પ્રેરે છે, પણ શાસ્ત્ર અને પરંપરાની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને એમને પોતાના કાર્યક્ષેત્રને મર્યાદિત બનાવવું પડે છે. આથી સરવાળે સંઘને કે સામાન્ય-જનસમૂહને થોડું-ઝાઝું પણ નુકસાન જ વેઠવું પડે છે. પણ એ વાત જવા દઈએ.
એમણે પોતાની મર્યાદા સમજીને, સત્રો યોજીને કે બીજી જે રીતે બની શકે તે રીતે અત્યારે ઊછરતી કન્યાઓને કેળવીને સંસ્કારદાન આપવા તરફ વધારે ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષ દરમ્યાન એમની રાહબરી નીચે યોજાયેલા સંસ્કાર-અધ્યયન સત્રો એમની ઉત્કટ તમન્નાની સાક્ષી પૂરે છે.
ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિકનાં એક બહેન-પ્રતિનિધિ શ્રીમતી વિમલાબહેન પાટીલે થોડા વખત પહેલાં સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજીની મુલાકાત લીધી હતી. એ મુલાકાત દરમ્યાન શ્રીમતી વિમલાબહેનનાં મન ઉપર સાધ્વીજીના જીવન અને કાર્યનો જે પ્રભાવ પડ્યો તેની વિગતો એમણે તા. ૮-૨-૧૯૭૦ના અંકમાં “A Concern for Others, (બીજાઓ માટેની ફિકર)એ લેખમાં આપી છે. તેમાં એમણે આ સાધ્વીજીનાં વ્યક્તિત્વ અને કાર્યને ભાવભરી અંજલિ આપી છે. એમાંના થોડાક ભાગનો આપણે પણ આસ્વાદ લઈએ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org