________________
અમૃત-સમીપે લગભગ પોણોસો વર્ષ પહેલાં – માત્ર હસ્તલિખિત પ્રતો જ મળતી હતી તે સમયે – આગમો અને ખાસ કરીને આવશ્યક સૂત્ર વગેરેનું સંશોધન કરતાં જે શોધો કરી હતી અને જે અનુમાનો તારવ્યાં હતાં તે આજે પણ સંશોધનના ક્ષેત્રમાં જૂનાં થયાં નથી. વળી જૈનધર્મ બૌદ્ધધર્મની શાખા છે' એવી ભૂલભરેલી માન્યતાનું પ્રમાણોને આધારે નિરસન કરીને જૈનધર્મને એક સ્વતંત્ર ધર્મ તરીકે ઓળખાવનાર પ્રો. હર્મન યાકોબીની સેવાને પણ આપણે કદી વિસરી શકીએ નહીં.
આવા વિદ્યાવારિધિઓની હરોળમાં બેસી શકે એવા જ હતા ડૉ. યોહોનેસ હર્ટલ. “જૈન”ના ગયા અંકમાં છપાયેલ ડૉ. હર્ટલનાં એક વિદુષી અને શક્તિશાળી શિષ્યા બહેન શ્રી સુભદ્રાદેવી(ડૉ. શાઊંટે કાઉઝ)ના લખાણ ઉપરથી આપણે જાણી શક્યા, કે જર્મનીના આ સમર્થ વિદ્વાન, ૮૪ વર્ષની ઉમરે, ગયા ઑક્ટોબરમાં, જર્મનીમાં, તેમના વતન લાઇપનિંગ શહેરમાં, સ્વર્ગવાસી થયા ! દુઃખ કે મુસીબતની જરા ય પરવા કર્યા વિના, આખી જિંદગી લગી સરસ્વતી- માતાની નિર્ભેળ ઉપાસના કરીને પોતાના જીવનને ધન્ય અને પવિત્ર બનાવી જનાર આવા પુરુષને માટે શોકનાં સુખનો (શબ્દો) ઉચ્ચારવાનાં હોય નહીં. એમના પ્રયાણને તો આપણે બીજી વિજયયાત્રા તરીકે જ બિરદાવવું ઘટે અને એમને આદરપૂર્વક ભાવભરી શુભેચ્છા જ અર્પણ કરવી ઘટે. આવા એક સમર્થ વિદ્વાનના જવાથી ભારતીય વિદ્યાને અને જૈન-વિદ્યાને એક સારા સેવકની ખોટ પડે એ તદ્દન સાચું છે, અને એટલા પૂરતો આપણને રંજ થાય એ પણ સ્વાભાવિક છે. - . હર્ટલ ગુજરાતી ભાષાના પણ એક ઊંડા અભ્યાસી હતા, અને જેને કથાસાહિત્યનું – ખાસ કરીને ગુજરાતના શ્વેતાંબર જૈન કથાસાહિત્યનું – મૂલ્યાંકન કરવામાં અને આ વિશિષ્ટ સાહિત્ય તરફ દુનિયાનું લક્ષ દોરવામાં એમણે જૈન સાહિત્યની ભારે કીમતી સેવા બજાવી હતી.
એમણે “ગુજરાતના શ્વેતાંબરોનું સાહિત્ય' એ મતલબનો જર્મન ભાષામાં લેખ લખતાં જૈન કથાસાહિત્ય અંગે કહ્યું હતું : “મધ્યયુગથી આરંભીને તે અત્યાર સુધી જૈનો – ખાસ કરીને ગુજરાતના શ્વેતાંબર જૈનો – હિંદુસ્તાનના મુખ્ય કથા કહેનારાઓ હતા.” વળી ગદ્ય અને પદ્ય એવું વર્ણનાત્મક ભારતીય સાહિત્ય સર્જવામાં જૈનોએ કેટલો બધો ફાળો આપ્યો હતો એ પણ તેમણે બતાવ્યું હતું. હંમેશાં કથા કહેવાના શોખને લીધે જૈનોએ એવી પુષ્કળ ભારતીય કથાઓ આપણા માટે સાચવી રાખી છે કે જે બીજી રીતે નાશ પામી હોત.
ડૉ. હર્ટલે સોળમી સદીના હેમવિજયજીએ રચેલા “કથારત્નાકરનું ભાષાંતર કર્યું હતું અને બીજા એક જર્મન વિદ્વાનની સાથે “સુભાષિતરત્નસંદોહ”નું પણ જર્મન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org