________________
ડૉ. હર્ટલ
પ૯
આપણા માટે તો આવી અધ્યયનશીલતા ઊંડા અધ્યયન માટે દાખલારૂપ કે પ્રેરણારૂપ બની રહેવી જોઈએ. આપણા પ્રાચીન આગમગ્રંથો તેમ જ આગમિક સાહિત્ય ઉપરાંત શ્રી ઉમાસ્વાતિવાચક, સિદ્ધસેન દિવાકર, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, હરિભદ્રસૂરિ, અભયદેવસૂરિ, મલ્લવાદી ક્ષમાશ્રમણ, હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી ઉપાધ્યાય વગેરે તેમ જ દિગંબરસંઘમાં પણ એવા અનેક શ્રમણવિદ્વાનો થયા છે કે જેમાંના એક-એક વિદ્વાનના જીવન અને સાહિત્યસર્જનના અધ્યયન માટે આખી જિંદગી પણ ઓછી પડે. હવે તો એવો સમય આવી ગયો છે કે આપણા મુનિરાજોમાંથી તેજસ્વી અને વિદ્યારસિક મુનિરાજો આવા મર્મસ્પર્શી અને સર્વગ્રાહી અધ્યયનને પોતાનું જીવનવ્રત બનાવે. ડૉ. મિસ જ્હોન્સનનો દાખલો આપણને આ વાત જ કહે છે.
(તા. ૧૬-૧૨-૧૯૯૭)
(૧૩) રવનામધન્ય ડૉ. હર્ટલ
પ્રાચ્યવિદ્યાની અને ખાસ કરીને ભારતીય વિદ્યાની હોંશ અને ખંત સાથે, એકનિષ્ઠ બની સેવા કરનાર પરદેશના વિદ્વાનોમાં જર્મન વિદ્વાનોનું સ્થાન ઘણું આગળ પડતું છે. પોતાને ગૌરવપૂર્વક “મોક્ષમૂલર ભટ્ટ' કહેવરાવનાર ડો. મેક્સમૂલર તો આપણા દેશને માટે વેદોના ઉદ્ધારક જેવા આદરણીય બની ગયા છે. તેઓ પણ જર્મન જ હતા.
જર્મન કે બીજા પરદેશોના વિદ્વાનો જેમજેમ પ્રાચ્યવિદ્યા અને ભારતીય વિદ્યાના અધ્યયન-સંશોધન-સંપાદનમાં આગળ વધતા ગયા, તેમ-તેમ એની જુદીજુદી શાખા-પ્રશાખાઓ તરફ એમનું ધ્યાન દોરાતું ગયું, અને તેઓ નવી-નવી શાખાઓનું ખેડાણ કરવા પ્રેરાયા. આ રીતે ભારતીય વિદ્યાના એક અગત્યના અંગરૂપ જેન-વિધા તરફ પણ કેટલાક વિદ્વાનોનું ધ્યાન ગયું, અને જેમ-જેમ જૈનવિદ્યાનું મહત્ત્વ એમને સમજાતું ગયું તેમ-તેમ તેઓ એ વિદ્યાની વિવિધ શાખાઓનું અવલોકન, અધ્યયન અને સંશોધન કરવા લાગ્યા.
આ રીતે જૈન-વિદ્યાની સેવા કરનાર વિદ્વાનોમાં અમેરિકા તેમ જ યુરોપના ઇંગ્લેડ, ફ્રાન્સ, ઇટલી, નૉર્વે, જર્મની વગેરેના જુદાજુદા વિદ્વાનો હોવા છતાં એમાં પણ જર્મન વિદ્વાનોનો ફાળો ઘણો આગળ પડતો અને મૌલિક ગણી શકાય એટલો મહત્ત્વનો છે.
- આપણા સાહિત્યની આવી કીમતી સેવા બજાવનાર જર્મન વિદ્વાનોમાં સૌથી પહેલાં આપણને સાંભરે છે પ્રો. વેબર અને પ્રો. હર્મન યાકોબી. પ્રો. વેબરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org