________________
મુનિશ્રી પુણ્યવિજયજી
મહારાજશ્રી જેસલમેરમાં હતા, તે દરમ્યાન શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ ત્યાં ગયેલ, અને ચારેક દિવસ ત્યાં રોકાઈને મહારાજશ્રીની કામગીરી એમણે પ્રત્યક્ષ નિહાળેલી; આથી તેઓ ખૂબ પ્રભાવિત થયેલા. છેવટે મહારાજશ્રીની સરસ્વતીનો અને શેઠશ્રીનો લક્ષ્મીનો સંગમ થતાં, અમદાવાદમાં સને ૧૯૫૭માં, ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર'ની સ્થાપના થઈ. ગુજરાતના ગૌરવ સમી આ સંસ્થા દેશ-વિદેશના ભારતીય વિદ્યાના અભ્યાસીઓ અને વિદ્વાનોનું યાત્રાધામ બની છે.
મહારાજશ્રી તેમ જ તેઓશ્રીના વડીલોના પ્રયાસોથી વિ. સં. ૧૯૫૫માં પાટણમાં ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર' નામે વિદ્યાતીર્થ સ્થપાયું છે.
ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૦મું અધિવેશન સને ૧૯૫૯માં અમદાવાદમાં મળ્યું, ત્યારે ઇતિહાસ-પુરાતત્ત્વ-વિભાગના પ્રમુખ તરીકે મહારાજશ્રીની વરણી કરવામાં આવી હતી. ઑલ ઇન્ડિયા ઓરિએન્ટલ કૉન્ફરન્સના સને ૧૯૬૧માં કાશ્મીરમાં મળેલ ૨૧મા અધિવેશનમાં તેઓ પ્રાકૃત અને જૈન વિભાગના પ્રમુખ નિમાયા હતા; જો કે તેઓ જાતે કાશ્મીર જઈ શક્યા ન હતા, પણ એમણે અભ્યાસપૂર્ણ ભાષણ લખી મોકલ્યું હતું. વળી, પીએચ.ડી.ના મહાનિબંધના પરીક્ષક તરીકે પણ તેઓની નિમણૂંક કરવામાં આવી હતી. આ બહુમાન એ તેઓની સત્યશોધક, ઐતિહાસિક, તુલનાત્મક, સમભાવપૂર્ણ અને ઉદાર વિદ્યાસાધનાનું જ બહુમાન છે.
વિદ્યાના જે અમૃતનો પોતાને લાભ મળ્યો, એની જાણે લ્હાણી કરવી હોય એમ, એમની ઉદારતા સદા-સર્વદા-સર્વત્ર વરસતી રહેતી. કોઈ પણ વિદ્યાનો ખપી કે વિદ્વાન એમની પાસે આવે એટલે એને જોઈતી સામગ્રી એમની પાસેથી મળી જ રહેવાની. અમૂલ્ય અને વિરલ હસ્તપ્રત હોય, કોઈ પ્રાચીન ગ્રંથની પોતે ખૂબ પરિશ્રમ લઈને તૈયાર કરેલી પ્રેસકોપી હોય કે એવી બીજી કોઈ સાહિત્ય-સામગ્રી હોય; જરા ય સંકોચ વગર તેઓની પાસેથી એના ખપીને મળી જ રહેવાની. કૃપણતા, સંકોચ કે દીનતા તેઓશ્રીના સ્વભાવમાં જ નહોતી. અનેક સ્વદેશીપરદેશી વિદ્વાનોને અને વિદ્યાના ઉપાસકોને મોટા પ્રમાણમાં, જીવનભર, આવી બહુમૂલી સામગ્રીનું વિતરણ કરવા છતાં નામના કે કીર્તિની લેશ પણ લાલસા નહીં - એ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજીની વિરલ વિશેષતા છે; એને એક પ્રકારની સિદ્ધિ જ કહેવી જોઈએ.
-
૨૨૩
તેઓશ્રીનો થોડોક પણ નિકટનો પરિચય થતાં સહેજે મનમાં એક આનંદકારી સવાલ ઊઠતો કે આ મહાપુરુષની સાધુતા વધે કે વિદ્વત્તા? અને એનો એવો જ આહ્લાદકારી ઉત્તર મળે કે તેઓની સાધુતા વિદ્વત્તાથી વિશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org