________________
મુનિશ્રી ન્યાયવિજયજી
સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી (તે વખતે મુનિરાજશ્રી ધર્મવિજયજી) શ્રાવકસંઘના ઉત્કર્ષના હિમાયતી અને સુધારક વિચારસરણીના સમર્થક સાધુ હતા. વળી તેઓ પોતાની દીર્ઘદૃષ્ટિથી એ પણ જોઈ શક્યા હતા કે જૈનવિદ્યાના અધ્યયન અને વિકાસ માટે કેવળ સાધુ-સમુદાય ઉપર જ આધાર રાખવો પડે એ બરાબર નથી; તેથી, જરૂર પડતાં તરત જ ગમે ત્યાં પહોંચી શકે અને જૈન ધર્મ-દર્શન-સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી શકે એવા જૈન ગૃહસ્થ વિદ્વાનો તૈયાર કરવાની એમની ઝંખના હતી, અને એ માટે તેઓ સતત વિચાર અને શક્ય પ્રયત્ન કરતા રહેતા હતા.
તેઓ એક વાર માંડળ ગયા હતા. ત્યાં એમને પોતાના આ વિચારને અમલી બનાવવાની અંતઃપ્રેરણા થઈ; માંડળનું વાતાવરણ પણ કંઈક નવા વિચારને ઝીલી શકે એવું અનુકૂળ લાગ્યું. એમણે આ કાર્યની શુભ શરૂઆતરૂપે માંડળમાં શ્રી યશોવિજય જૈન પાઠશાળાની સ્થાપના કરી. ભાવી યોગથી પ્રેરાઈને નરસિંહ ચાલુ શાળા છોડીને આ પાઠશાળામાં જોડાઈ ગયા અને ખંતપૂર્વક જૈનધર્મનો અભ્યાસ કરવા લાગ્યા.
પણ વિજયધર્મસૂરિજીને આવી પાઠશાળા માંડળ ચાલે એ મંજૂર ન હતું; ઉચ્ચ કોટીના વિદ્વાનો-પંડિતો તૈયાર કરવા હોય તો કાશી જેવા વિદ્યાધામમાં જ આ પાઠશાળાને લઈ જવી જોઈએ. અને, અજાણ્યો પ્રદેશ, વિહારની પારાવાર મુશ્કેલી અને કાશીનું જૈનો તરફ ધૃણા ધરાવતું ક્ષેત્ર – એનો કશો ય વિચાર કર્યા વગર, સાહસ ખેડીને, તેઓ જાતે કાશી પહોંચ્યા અને બીજે જ વર્ષે પાઠશાળાને પણ કાશી લઈ ગયા.
નરસિંહને બહુ વિચાર કરવાનો હતો જ નહીં. એને વિદ્યાભ્યાસ તરફ પણ રુચિ જાગી હતી અને, આ ગુરુ તરફ પણ ભક્તિ પ્રગટી હતી; એ પણ કાશી પહોંચી ગયા. ત્યાં બે વર્ષ રહીને કેટલુંક અધ્યયન કર્યું. ગુરુને આ મોતી પાણીદાર લાગ્યું.
બે વર્ષ પછી નરસિંહ માંડળ આવ્યા. એવામાં માતા-પિતા બંને સ્વર્ગવાસી થયાં. નરસિંહને સગાં ભાઈ કે બહેન કોઈ હતાં નહીં. એ કંઈક એકલતા અનુભવી રહ્યા; સંસારની અસારતાનો પણ કંઈક ખ્યાલ સતાવી રહ્યો. એનું મન કાશી પહોંચવા અને ગુરુનું શરણ શોધવા તલસી રહ્યું. વચ્ચે એક નાનું સરખું બંધન હતું : મા-બાપ પોતાના આ એકના એક સંતાનનું સગપણ કરી ગયાં હતાં. પણ એ બંધનની કશી ફિકર કર્યા વગર નરસિંહ વિ. સં. ૧૯૯રમાં ફરી કાશી પહોંચી ગયા.
શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ કલકત્તા જતા હતા. એમની સાથે એ કલકત્તા ગયા. ત્યાં વિ. સં. ૧૯૬૩માં મુનિશ્રીએ પાંચ તેજસ્વી નવયુવકોને દીક્ષા આપી, એમાં નરસિંહનો પણ સમાવેશ થતો હતો; નામ રાખ્યું મુનિ ન્યાયવિજયજી'. વિ. સં. ૧૯૬૪માં કાશી પાછા ફરીને શ્રી ન્યાયવિજયજીએ ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org