________________
ઉપાધ્યાયશ્રી હેમચંદ્રવિજયજી
૨૪૩ તે સમયે પ્રવજ્યા પ્રાપ્ત કરી હતી. અધ્યાત્મની ભૂમિકામાં વડીલની વિદ્યમાનતા શિષ્યના સૌભાગ્યમાં પૂરક બને છે. પછી તો વર્ષો સુધી પૂજ્યપાદ શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજયભેરુપ્રભસૂરિજી મહારાજની સતત કાળજીપૂર્વક જ્ઞાનાધ્યયન કરાવવાની તમન્ના અને ઉત્તમ સંયમ-સંસ્કારો સીંચવાની ચીવટ, ગુરુવર્ય પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજની સાચવણી, હૂંફ વગેરે જીવનવિકાસનાં અંગ બની ગયાં. એ પણ એટલું જ નોંધપાત્ર છે કે છે કે તેમના દાદાગુરુ પૂજ્યપાદ પીયૂષપાણિ આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસૂરિજીની વ્યક્તિ પારખવાની અને પ્રસંગે-પ્રસંગે યોગ્ય પ્રેરણા પાવાની વિલક્ષણ કળાનો લાભ તેમને છેલ્લે-છેલ્લે સારો મળ્યો. દાદાગુરુ થકી ભગવતીજી સૂત્રના યોગોદ્રહનાદિ થયાં, ગણિપદ-પંન્યાસપદપ્રદાન થયાં. તેઓશ્રીએ વ્યવહારુ અનેક શિક્ષણ આપી તેઓનું ઘડતર કર્યું. આ સર્વનું પરિણામ આજે જૈનશાસન અને જગત અનુભવે છે.
સમય પાકે અને આંબો મોરે એમ તેમની સંયમયાત્રાની મજલ આગળ વધી, અને એ જીવનસાધનાનું, શ્રીસંઘના આગ્રહથી પૂજ્ય ગુરુ-આચાર્યોએ એમને જુદી-જુદી પદવીઓથી વિભૂષિત કરીને બહુમાન કર્યું. વિ. સં. ૨૦૨૩માં એમને સૂરતમાં ગણિપદવી, વિ. સં. ૨૦૨૪માં પાલીતાણામાં પંન્યાસ-પદવી અને વિ.સં. ૨૦૩૧માં મુંબઈમાં ઉપાધ્યાય-પદવી અર્પણ કરવામાં આવી. પદવીઓ તો મળી, પણ એથી જરા ય ગર્વિત થઈ ન જવાય અને વીતરાગધર્મનો કષાયવિજયનો માર્ગ ચૂકી ન જવાય એ માટે તેઓ વધુ નમ્ર અને વધુ જાગૃત બનીને પોતાની સંયમસાધનાને વિશેષ ઉજજ્વળ બનાવવા અદનો પુરુષાર્થ કરે છે. ઉપાધ્યાય-મહારાજની સાહિત્યસેવાની ઝલક
મૌલિક રચનાઓ ૧. તિરુનીવર્થિ: રાણકપુર મહાતીર્થનો ઐતિહાસિક પરિચય આ ખંડકાવ્યમાં આપવામાં આવ્યો છે. અઢાર વર્ષની વયે રચેલ આ એક કાવ્ય જ કર્તાની કવિત્વશક્તિનો ખ્યાલ કરાવે છે.
૨. રાતરીપાવસ્થાનાોવનાશતમ્ : અઢાર પાપસ્થાનકો વિશે પશ્ચાત્તાપની લાગણી અનુભવાય એવી કોમળ અને હૃદયદ્રાવક ભાષામાં રચના છે.
૩. ત્યારપતિપૂર્તિવૃત્તિ – આ. શ્રી. સિદ્ધસેન દિવાકરે રચેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિરૂપ ૪૪ પદ્યોનું જે સ્તોત્ર છે તેની પાદપૂર્તિરૂપે આ. શ્રી. ધર્મધુરંધરસૂરિજીએ પૂ. આ. શ્રી. વિજયઅમૃતસૂરિજીના જીવનવિષયક જે સ્તોત્ર રચ્યું છે, તેની આ વૃત્તિ છે.
૪. નિનાસોવિથા : પુરાણકથાની શૈલીએ સંસ્કૃત રચના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org