________________
મુનિશ્રી જનકવિજયજી
૨૫૭
પૈસા કોઈ આપે તો પણ લે નહીં, ભોજન માગીને ખાય, ખાટલો વગેરે સ્વીકારે નહીં. અમને બધાને ભેગાં કરી રાતના આવી સુંદર જ્ઞાનની વાતો સંભળાવવાવાળું આજ દિવસ સુધી કોઈ આવ્યું નહીં. અમને તો આટલી મોટી જિંદગીમાં આવો પ્રથમ વાર જ અવસર મળ્યો.' ”
આ રીતે ધર્મપ્રચાર માટેના પોતાના ધર્મપ્રવાસનો આવો આહ્લાદક અનુભવ વર્ણવ્યા પછી આવા કાર્ય માટે આગળ આવવા માટે જૈન શ્રમણોને અનુલક્ષીને તેઓ કહે છે
“જૈન શ્રમણો પાસે સંયમ ને તપની પૂંજી વિશેષરૂપે આજે પણ છે જ. જો પ્રત્યેક પ્રાંતમાં બે-બે, ત્રણ-ત્રણ કે પાંચ વર્ષ માટે સંકલ્પ કરી, વ્યવસ્થિત કાર્યક્રમ બનાવી, નીકળી પડે તો સેંકડો કે હજારો મુનિવરોને બદલે ૩૦-૪૦ પણ આપણા ભારત દેશ માટે ઘણા થઈ પડે. અહિંસાના મહાન સંદેશવાહક ભગવાન મહાવી૨ની ૨૫૦૦મી નિર્વાણતિથિ સુધીમાં તો અહિંસાનો સક્રિય પ્રચાર અને અહિંસક સમાજરચનાનું એક સુંદર ચિત્ર, નવનિર્માણ માટે અભિમુખ થયેલા રાષ્ટ્રની સામે શું શ્રમણો ઊભું ન કરી શકે? શું વિશાળ સાધુસંખ્યાવાળા જૈન સમાજને માટે આ અશક્ય કહેવાય?
“હા, એટલું ચોક્કસ છે કે જીવનમાં ઉદાર ભાવના, સમન્વયવૃત્તિ અને કષ્ટસહિષ્ણુતા – આ ત્રણ ગુણો કેળવાયા હોય તો જ આ રસ્તે ચાલવાની ભાવના થાય અને ધારી સફળતા પણ પ્રાપ્ત કરી શકાય. અને આ ત્રણે ગુણો તો જૈન શ્રમણોને ગળથૂથીમાં મળવાના કારણે એમના માટે આ વાત અસંભવ પણ ન કહેવાય; કેમ કે ભગવાન મહાવીરના સિદ્ધાંતોમાં અહિંસા, અનેકાંત, સમન્વયવાદ તથા તપને અનુપમ સ્થાન છે જ. જે મુનિવરોમાં ઉદારતા અને સમન્વયવૃત્તિની સાથેસાથે એકાસણાં, આયંબિલ, ઉપવાસ આદિની તપસ્યા ચાલતી હોય તેવા મુનિવરોએ તો આવું કામ હોંશેહોંશે સ્વીકારી લેવું જોઈએ........
“મને આ અસાંપ્રદાયિક ધર્મપ્રચારના કાર્યમાં જૈન-જૈનેતર પ્રાયઃ બધા જ વિચારકોનો સહયોગ મળી રહ્યો છે. એક વાત સ્પષ્ટરૂપે તરી આવે છે કે યુગબળને ઓળખવામાં, સામયિક વિચારણામાં સાધુઓ કરતાં શ્રાવકો આગળ છે. આજે જ્યારે દેશ-વિદેશમાં સર્વોદય અને અહિંસક સમાજરચનાના પ્રયોગો થઈ રહ્યા છે, ત્યારે પણ જો આપણી સાધુસંસ્થા જાગૃત નહીં થાય તો ક્યારે થશે ?
“આજે સર્વધર્મસમન્વય, સર્વધર્મઉપાસનાના માધ્યમથી માનવતાના પ્રચારની, માનવીય ગુણોના વિકાસની ખૂબ જરૂર છે. આજે માનવતાનો જે હ્રાસ થઈ રહ્યો છે, તેનું જો સંરક્ષણ કરવામાં આવે, તો, પરિણામમાં બધા જ સંપ્રદાયોને પણ લાભ જ છે. અને જો માનવ માનવતાથી વધારે ને વધારે દૂર થતો જશે, તો સંપ્રદાયોનું ભવિષ્ય પણ અંધકારમય જ છે...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org