________________
અમૃત-સમીપે
“માંસ, દારૂ વગેરે બધાં વ્યસનોનો, બધા ધર્મોએ, માનવીને માટે નિષેધ કર્યો છે. આજના ગામડાના માનવીની ક્માણી બહુ જ ઓછી છે; એમાંથી પણ કેટલીક વ્યસનોમાં ગુમાવી દેવાથી પોતાના કુટુંબીઓ ચિંતાગ્રસ્ત બને છે. એટલા માટે, જીવનને સુખી બનાવવું હોય, તો નિર્વ્યસની થવાની ખૂબ જરૂર છે ગણીજી મહારાજના આવાઆવા અસરકારક વિચારો જ્યારે ત્યાંના લોકોએ સાંભળ્યા, ત્યારે બુદ્ધિજીવી વર્ગથી લઈને તે ખેડૂતવર્ગ સુધીના લોકો એનાથી ખૂબ પ્રભાવિત થયા, અને પંજાબ, હિમાચલ-પ્રદેશ, હરિયાણાના કાર્યકરો ગણીજીના પ્રચારકાર્યમાં ભાગ લેવા લાગ્યા, તથા જનતા વિશેષરૂપે એમના વિચારોને સાંભળવા એકત્ર થવા લાગી; અને થોડા વખતમાં જ સામાજિક બદીઓને દૂર ક૨વા માટે એક વર્ગ તૈયાર કરવામાં આવ્યો. ગામોગામ મહિલાઓને જાગૃત કરીને મહિલામંડળોની, તેમ જ નાનાં-નાનાં બાળકોમાં શરૂઆતથી જ સંસ્કારો પડે તે માટે, સર્વોદયનો આદર્શ ધરાવતાં બાલમંદિરોની સ્થાપના થવા લાગી. આને લીધે આ ઇલાકામાં એક નવી હવા, નવી ચેતના ફેલાઈ ગઈ. સંગઠિત થયેલ વર્ગે ગઢી ઇલાકામાં કોટહા નામે સ્થાનમાંથી દારૂનો એક ઇજારો પણ બંધ કરાવી દીધો. એનાથી પ્રભાવિત થઈને, બીજાં ગામોના લોકોએ પણ પોતપોતાનાં ગામોમાંથી દારૂનો ઇજારો બંધ કરવાની હિલચાલ શરૂ કરી. આનો બધો યશ ગણીજીને જ ઘટે છે. આ કામોમાં (મહાત્મા ગાંધીજીનાં ખાસ દાતર) અખિલ ભારતીય નશાબંધી સમિતિના પ્રમુખ ડૉ. શ્રીમતી સુશીલા નૈયર વગેરે અનેક વ્યક્તિઓએ ગણીજીને સહકાર આપ્યો હતો.”
૨૭૨
આ પ્રમાણે ગણીજી મહારાજની લોકોના સંસ્કાર-ઘડતરની પ્રવૃત્તિની વિગતો આપ્યા બાદ મુનિશ્રી નિત્યાનંદવિજયજીએ સ્વ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીએ લીધેલી જુદાંજુદાં ક્ષેત્રોની મુલાકાતોની વિગત આપી છે : “વર્તમાન રાષ્ટ્રસંત, જિનશાસનરત્ન, આચાર્ય શ્રીમદ્ વિજયસમુદ્રસૂરિજી મહારાજે, પંજાબના વિહાર બાદ, પોતાના સાધુ-સમુદાય સાથે, ગણીજી-મહારાજે સીંચેલ બાગને નિહાળવા માટે, અંબાલા જિલ્લાના અહિંસાક્ષેત્રમાં પ્રવેશ કર્યો.” આ પછી જુદાં-જુદાં ગામોમાં આચાર્યશ્રીએ જે નજરોનજર જોયું અને એમનું તથા એમના સંઘનું ઉમળકાભર્યું જે સ્વાગત થયું, એનું ગામવાર વર્ણન આપવામાં આવ્યું છે. એમાં વિલાસપુરની સભામાં આચાર્યશ્રીના અંતરમાંથી પ્રગટેલા “નૈસા મૈને સુના થા, ઉસસે ધન દી લેવા” એ શબ્દો મુનિશ્રી જનકવિજયજીના આ સેવાયજ્ઞની સફળતાની યશકલગી સમા બની ગયા છે.
Jain Education International
-
-
ખરી રીતે તો મુનિશ્રી નિત્યાનંદવિજયજીનો આ આખો લેખ વાંચવા જેવો અને લાગણીને સ્પર્શી જાય એવો છે. એ વાંચતાં એમ જ થાય છે : ધન્ય એ ગુરુદેવ અને ધન્ય એ શિષ્યરત્ન !
For Private & Personal Use Only
www.jainelibrary.org