________________
મુનિશ્રી મદનલાલજી
| ૨૩૫ ૮૭ વર્ષની પૂર્ણ વયે તેઓએ ચિરવિશ્રામ શોધ્યો ! એમની સેવાપરાયણતા સર્વત્ર વિસ્તરે એમ પ્રાર્થીએ.
' (તા. ૧૩-૧-૧૯૭૫)
(૧૭) મહામના મુનિશ્રી મદનલાલજી
સ્થાનકવાસી ફિરકાના મુનિશ્રી મદનલાલજી મહારાજ તા. ૨૭-૬૧૯૬૩ના રોજ પંજાબમાં જંડિયાલા શહેરમાં કાળધર્મ પામ્યા, અને જૈનસંઘને એક વયોવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ મુનિવરની ખોટ પડી.
કેન્સર જેવો અસાધ્ય વ્યાધિ, અને ઉંમર પણ પાકી; એટલે કાળદેવતાએ અકાળે આક્રમણ કર્યું એમ તો ભલે ન ગણાય, અને મુનિશ્રી પણ પોતાની સંયમયાત્રાને યશસ્વી બનાવીને અને કેન્સર જેવા અસહ્ય વ્યાધિના તાપમાં, પોતાના આત્માના કુંદનને, સમભાવની અગ્નિપરીક્ષા દ્વારા, વિશેષ ઉજ્જવળ બનાવીને ધન્ય બની ગયા; પણ એમના પરિચયમાં આવનાર નાના-મોટા સૌ કોઈને ચિરકાળ પર્યત સાંભર્યા કરે એવા ઉદાર, સરળ અને મોટા મનના એ સાધુપુરુષ હતા.
સંપ્રદાયની આમન્યા, સંયમમાર્ગનાં આકરાં નિયમો અને સમુદાયની શિસ્ત – આ બધું બરાબર જાળવવા છતાં એમનું મને સંકુચિત બન્યું ન હતું, અને સૌ કોઈને તેઓ હેતપ્રીતથી અપનાવી શકતા હતા એ એમના ચિત્તની વિશેષતા હતી. વળી તેઓ સરળ અને સહૃદય હોવા છતાં બીજાથી ન ઠગાય એવા ચકોર પણ હતા; અને તેથી જ તેઓ પોતાના ફિરકાના શક્તિશાળી નેતા પણ બની રહ્યા
હતા.
સ્થાનકવાસી શ્રમણસમુદાયમાં એકતાની સ્થાપના માટે મળેલ સાદડીસમેલનને સફળ બનાવવા માટે ઉપાધ્યાયશ્રી અમરચંદજી મહારાજ સાથે એમણે જે ભગીરથ કામગીરી બજાવી હતી, અને જે જહેમત ઉઠાવી હતી એ ઇતિહાસનું એક સોનેરી પ્રકરણ બની રહે એમ છે.
એમની આવી બહુમુખી યોગ્યતાને લીધે જ સ્થાનકમાર્ગી શ્રમણ સંઘના પ્રધાનમંત્રી જેવા જવાબદાર અને ગૌરવભર્યા પદે એમની વરણી કરવામાં આવી હતી. પણ એમને આવા ગૌરવનો કે નામનાનો મોહ જ ન હતો. વખત આવ્યો અને એમણે આવા મોટા પદનો સહજ રીતે ત્યાગ કરી દીધો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org