________________
મુનિશ્રી વિદ્યાવિજયજી
૨૩૭
વીસમી સદીના એક સમર્થ જૈનાચાર્ય સ્વ. વિજયધર્મસૂરિજીએ દેશ-વિદેશના વિદ્વાનો અને સામાન્ય જનતાને જૈનધર્મનો પરિચય આપવાનું શુભ કાર્ય આરંભ્ય હતું અને સંકુચિતતા અને સંપ્રદાય-વ્યામોહને દૂર ફગાવી દઈને ઉદારતાપૂર્વક સહુ કોઈને માટે પોતાના હૃદયનાં દ્વાર ખુલ્લાં મૂકી દીધાં હતાં તે વાત બહુ જાણીતી છે. પોતાની આ ઉદારતા અને વિદ્વત્તાના બળે દેશ-વિદેશનાં અનેક વિદ્વાનોનાં અંતરમાં તેઓએ આદરભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આચાર્યશ્રી આ રીતે જૈનધર્મ અને જૈન સાહિત્યનો પ્રચાર કરવામાં જે કંઈ સફળતા મેળવી શક્યા એમાં એમના શિષ્યોનો ફાળો કંઈ નાનોસૂનો નથી. આવો ફાળો નોંધાવનાર શિષ્યોમાં સ્વ. મુ. શ્રી. વિદ્યાવિજયજીનો ફાળો બીજા કરતાં જરા ય ઓછો કે ઊતરતો નથી. મુ. શ્રી. વિદ્યાવિજયજીની આવી શાસનસેવા માટે સમાજ તેમનો હંમેશાં ઓશિંગણ રહેશે.
- સ્વ. વિજયધર્મસૂરિજીનું શિષ્યમંડળ ભારે સમર્થ લેખાતું. એ શિષ્યોની ગુરુભક્તિ પણ આદર્શ લેખાતી. તે કાળે તો આવી ગુરુભક્તિ બીજાઓને માટે દાખલારૂપ હતી. એકએકથી ચઢિયાતા આવા સમર્થ શિષ્યો, અને છતાં આવી બેનમૂન ગુરુભક્તિ; આ વાત પણ જાણે કોયડારૂપ જ લાગતી. એમાં તે ગુરુનું ગુરુપદ કે એમનું સામર્થ્ય વખાણવું કે શિષ્યોની ગુરુચરણે સર્વસ્વનું-સમર્પણ કરવાની તમન્ના વખાણવી? આવી ગુરુભક્તિમાં પણ વિદ્યાવિજયજી સદા આગળ જ હોય. ગુરુનું નામ આવે કે જાણે પોતાની કીર્તિ કે પોતાની મહેનતનો વિચાર જ વીસરી જાય. એમ કહી શકાય કે આચાર્ય મહારાજનું આયુષ્ય લંબાયું હોત તો એમના આવા સમર્થ શિષ્યો શાસનસેવાનાં કેટલાંક કાર્યો ગુરુચરણે ધરી દેત અને ધર્મની શોભામાં વધારો કરત.
- વીસ વર્ષની યુવાન વયે દીક્ષા લઈ ૪૮ વર્ષ જેટલા લાંબા સાધુજીવન દરમ્યાન સ્વ. મુનિ શ્રી વિદ્યાવિજયજીએ અનેક ગ્રંથો લખ્યા, અનેક સંસ્થાઓનું સંચાલન કર્યું અને દેશના દૂરદૂરના ભાગોમાં હજારો માઈલોનો વિહાર કરીને જૈનધર્મનો પ્રચાર કર્યો અને અનેક વિદ્વાનોને જૈન સાહિત્ય પ્રત્યે રસ ધરાવતા બનાવી દીધા.
નીડરતા અને વ્યવસ્થાશક્તિ તો જાણે એમની જ. કોઈ કામમાં કદી પાછા પડવાની કે કોઈથી ડરીને એ કામ મૂકી દેવાની વાત જ નહીં. અને એક કામ પાર પાડવામાં જેમજેમ મુશ્કેલીઓ આવી પડે તેમતેમ એમની વ્યવસ્થાશક્તિ સોળે કળાએ ખીલી નીકળે.
૨૦-૨૧ વર્ષ પહેલાં અમદાવાદને આંગણે ભરાયેલ આપણા મુનિસંમેલન વખતે સ્વ. વિદ્યાવિજયજી મહારાજે જે ભાગ ભજવ્યો હતો. એણે તો જાણે
SCA
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org