________________
૨૩૫
મુનિશ્રી દર્શનવિજયજી (૬) જૈન ઇતિહાસના સંશોધક ત્રિપુટી મુનિરાજ
શ્રી દર્શનવિજયજી
શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં શ્રી ત્રિપુટીજી મહારાજ તરીકે જાણીતા મુનિરાજ શ્રી દર્શનવિજયજી, મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી તથા મુનિરાજ શ્રી ન્યાયવિજયજીનો પણ એક સમય હતો. શાસનપ્રભાવના અને જ્ઞાનસાધના માટેની તેઓની પ્રવૃત્તિ બીજાઓ માટે દાખલારૂપ બની રહે એવી હતી.
આ ત્રિપુટીજી મહારાજમાંના સૌથી વડીલ મુનિરાજ શ્રી દર્શનવિજયજી મહારાજ પાલીતાણા મુકામે ગત ફાગણ સુદિ ૨, તા. ૭-૩-૧૯૭૯ના રોજ, સ્વર્ગવાસ પામતાં જૈનસંઘને એક વિદ્વાન, વિચારક અને શાસનસેવાની ધગશ ધરાવતા મુનિવરનો વિયોગ થયો છે. તેઓશ્રીને છેલ્લાં કેટલાંક વર્ષથી લકવાની બીમારી લાગુ પડી હતી, અને એની સૌથી વધારે અસર એમની જીભ ઉપર એટલી ઘેરી થઈ હતી કે તેઓ કંઈ પણ બોલી શકતા ન હતા; અને છતાં, આ માંદગીની અસર એમની યાદશક્તિ ઉપર તથા શાસનપ્રભાવનાની ભાવના ઉપર બહુ ઓછી થઈ હતી. એટલે જ્યારે પણ કોઈ પરિચિત વિચારક વ્યક્તિ એમનાં દર્શને જતી, ત્યારે બોલી નહોતું શકાતું એટલે છેવટે પાટીમાં લખીને પણ, તેઓ પોતાની લાગણી વ્યક્ત કરવા પ્રયત્ન કરતા.
તેઓ દડવાના રહીશ હતા. તેઓનું સંસારી નામ મગનલાલ હતું. તેમના પિતાનું નામ પાનાચંદ હતું. તેઓએ વૈરાગ્યભાવનાથી પ્રેરાઈને, નાની ઉંમરે વિ. સં. ૧૯૭૨માં, કચ્છમાં મુનિરાજશ્રી ચારિત્રવિજયજી (કચ્છી) પાસે દીક્ષા લીધી હતી. આ શ્રી ચારિત્રવિજયજી મહારાજે પાલીતાણાના શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ મારફત જૈન વિદ્યાર્થીઓને વ્યાવહારિક સાથે ધાર્મિક શિક્ષણ મળે એ માટે જે પુરુષાર્થ કર્યો હતો, તેથી તેનું નામ જૈનસંઘમાં સારી રીતે જાણીતું થયું હતું. વળી વિ. સં. ૧૯૭૯ની સાલમાં પાલીતાણામાં જે ભયંકર જળહોનારત થઈ, એમાં ખુદ મુનિશ્રી ચારિત્રવિજયજીએ જાનના જોખમથી ભરેલા પૂરમાં ઊતરીને અનેક માનવીઓને બચાવવાનું જે અસાધારણ સાહસ કર્યું હતું, તેથી જેમ એમની અહિંસાભાવના ચરિતાર્થ થઈ હતી, તેમ જનસમૂહમાં તેઓની નામના પણ ખૂબ થઈ હતી.
શ્રી દર્શનવિજયજી મહારાજે પોતાના ગુરુભાઈ મુનિરાજશ્રી જ્ઞાનવિજયજી તથા શિષ્યરત્ન મુનિરાજ શ્રી ન્યાયવિજયજીના સહકારમાં, “જૈન પરંપરાનો ઇતિહાસ' (ચાર ભાગ), “પટ્ટાવલી-સમુચ્ચય' (બે ભાગ), “વિશ્વરચના-પ્રબંધ',
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org