________________
૨૩૭
અમૃત સમીપે બૃહદ્ધારણા યંત્ર' જેવાં નાનાં-મોટાં અનેક પુસ્તકોની રચના કરી હતી. જૈન ઇતિહાસના તેઓ સારા અભ્યાસી હતા. આ ત્રણે મુનિવરોની એકરૂપતા અને હેતપ્રીત સૌ કોઈની પ્રશંસા માગી લે એવી હતી. મુનિરાજ શ્રી દર્શનવિજયજી મહારાજના સ્વર્ગવાસની સાથે આ ત્રિપુટીનો પણ અંત આવી ગયો !
વળી, જૈનધર્મની પ્રભાવના કરવાના શુભ હેતુથી આ ત્રિપુટીજી મહારાજે ઉત્તર પ્રદેશમાં મેરઠ, સાધના વગેરે સ્થાનોનાં પલ્લીવાલ જ્ઞાતિનાં ભાઈઓબહેનોને જૈનધર્મના અનુયાયીઓ બનાવવાનો જે પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો, એમાં શ્રી દર્શનવિજયજી મહારાજની કાર્યસૂઝ અને દૂરંદેશીનો ફાળો વિશેષ હતો.
પોતાની વિદ્યાસાધના માટે તેમ જ જ્ઞાનરક્ષાની ભાવનાથી પ્રેરાઈને તેઓશ્રીએ હસ્તલિખિત તથા છાપેલાં પુસ્તકોનો સારો એવો સંગ્રહ કર્યો હતો. પણ એના ઉપર મમત્વ રાખીને એને કબાટોમાં પૂરી રાખવાને બદલે, પચીસેક વર્ષ પહેલાં, તેઓએ અમદાવાદના કેટલાક મહાનુભાવોની કમિટી રચીને વિદ્વાનો અને જિજ્ઞાસુઓના ઉપયોગ માટે, તે ભેટ આપી દીધો હતો. મહારાજશ્રીની આ ઉદારતાને લીધે જ અમદાવાદમાં શ્રી જૈન પ્રાચ્ય વિદ્યાભવનની સ્થાપના થઈ શકી. તેઓનું આ પગલું બીજાઓ માટે અનુકરણીય બની રહે એવું છે. - અહીં એક વાતની નોંધ લેવી ઉચિત છે, કે મહારાજશ્રીની લાંબી માંદગી દરમ્યાન મુનિરાજશ્રી દક્ષવિજયજી મહારાજે તેઓશ્રીની મન દઈને જે સેવા કરી છે, એ ખરેખર ખૂબ પ્રશંસનીય અને દાખલારૂપ ગણાય એવી છે.
આવા એક શાણા, ગુણિયલ અને શાસનના શાંત સુભટ જેવા મુનિવરના, પ૭ વર્ષ જેટલા લાંબા દીક્ષાપર્યાયને અંતે થયેલ સ્વર્ગવાસ પ્રસંગે અમે તેઓને અમારી ભાવભરી અંજલિ અર્પણ કરીએ છીએ. ધર્મરક્ષા માટેની તેઓની તમન્ના સૌને માટે પ્રેરણારૂપ બનો એ જ અભ્યર્થના.
(તા. ૧૭-૩-૧૯૭૩)
(૭) વિધાપ્રતાપશીલ મુનિશ્રી વિધાવિજયજી
સમર્થ વક્તા, સમર્થ લેખક અને સમર્થ વ્યવસ્થાપક – આ ત્રણેની શક્તિનો પોતાના જીવનમાં ત્રિવેણીસંગમ સાધી બતાવનાર, શાસનદીપક પૂજ્ય મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજીના કાળધર્મથી જૈન સમાજે એક અજોડ સમયપારખુ, શક્તિશાળી મુનિવરને ગુમાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org