________________
મુનિશ્રી પુણ્યવિજયજી
ક૨વાની મોટી યોજના તેઓશ્રીના તથા પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાના સંપાદકપણા નીચે આરંભાઈ અને આગળ વધી. દેશ-વિદેશના ભારતીય વિદ્યાના વિદ્વાનોમાં તેમની ખૂબ નામના અને પ્રતિષ્ઠા થયેલી છે.
તેઓની આવી જ નામના અને પ્રતિષ્ઠા પ્રાચીન હસ્તપ્રતોના અને હસ્તલિખિત ગ્રંથભંડારોના ઉદ્ધારક તરીકે હતી. પોતાના દાદાગુરુ તથા ગુરુવર્યના પગલે-પગલે તેઓએ અવિરત પરિશ્રમ કરીને લીંબડી, પાટણ, ખંભાત, છાણી, વડોદરા, અમદાવાદ, જેસલમેર, બીકાનેર, જોધપુર વગેરે સ્થાનોના બહુમૂલ્ય જ્ઞાનભંડારોનો ઉદ્ધાર કરીને એમને જીવિતદાન આપ્યું છે. સાથે-સાથે એ ગ્રંથભંડારોનો ઉપયોગ વિદ્વાનો સહેલાઈથી કરી શકે એવી સુંદર વ્યવસ્થા પણ કરાવી છે. આવાં પ્રાચીન ગ્રંથભંડારોની અને એમાંનાં જીર્ણશીર્ણ કે વેરવિખેર બની ગયેલાં પ્રાચીન ગ્રંથરત્નોની સાચવણીની બાબતમાં પુણ્યવિજયજી સિદ્ધહસ્ત કલાવિશારદ છે એમ વિના અતિશયોક્તિએ કહી શકાય.
૨૨૧
ઉપરાંત, તેઓ પ્રાચીન ચિત્રકલા, લિપિશાસ્ત્ર, શિલ્પ-સ્થાપત્ય, સિક્કા, મૂર્તિઓ વગેરે પુરાતત્ત્વીય વિષયોના પણ એવા જ સારા જાણકાર છે. પ્રાચીન ગ્રંથસામગ્રી કે ચિત્રસામગ્રીની મુલવણી ક૨વામાં પણ તેઓ ખૂબ નિપુણ છે.
એમની સમગ્ર પ્રવૃત્તિનો સાર કહેવો હોય તો એમ જરૂર કહી શકાય કે પ્રાચીન ગ્રંથોના અને ગ્રંથભંડારોના ઉદ્ધાર માટે જ આ મુનિવરનો અવતાર થયો છે. સાહિત્ય અને સંસ્કૃતિના રક્ષણ માટે પોતાની જાતને પણ વિસારીને, કોઈ યોગસાધક આત્માની જેમ, પૂર્ણ તલ્લીનતાથી કામ કરતા મહારાજશ્રીને જોવા એ એક લ્હાવો હતો. વિ. સં. ૧૯૯૫માં એમને સંઘરણીનો ઉગ્ર વ્યાધિ થઈ આવેલ. એ વ્યાધિ દોઢ વર્ષ સુધી ચાલેલો. આવા ચિંતાજનક ઉપદ્રવ વખતે પણ તેઓએ સ્થિતપ્રજ્ઞની જેમ સ્વસ્થ રહીને ‘કથારત્નકોષ' જેવા મોટા ગ્રંથનું સંપાદન અને ‘નિશીથચૂર્ણિ’ જેવા કઠિન ગ્રંથનું અધ્યયન કરેલું !
જેસલમેરના ગ્રંથભંડારોના ઉદ્ધાર માટેની એમની યાત્રા અને અનેક અગવડો વચ્ચે પણ ત્યાં એમણે ૧૬ મહિના સુધી બજાવેલી કામગી૨ી જ્ઞાનોદ્વાર માટેની એમની તિતિક્ષાની એક રોમાંચક કથા બની રહે એવી છે.
વિ. સં. ૨૦૦૬માં તેઓ આ માટે અમદાવાદથી રવાના થયા. એક દિવસે ભળભાંખળે એમણે રેલના પાટે-પાટે વિહાર કર્યો. વચમાં એક ગરનાળું આવ્યું. મહારાજશ્રીને એનું ધ્યાન ન રહ્યું; અને તેઓ ૧૫-૧૭ ફૂટ નીચે પટકાઈ પડ્યા. પણ એમને ખાસ કોઈ ઈજા ન થઈ, અને તરત જ ૧૩ માઈલનો વિહાર કરીને બીજે ગામ પહોંચી ગયા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org