________________
૧૮૪
અમૃત સમીપે એ મુનિ શ્રી નથમલજીની અનોખી વિશેષતા છે; એથી જૈન શ્રમણ સંઘ અને જૈનધર્મનું ગૌરવ વધ્યું છે એ સ્વીકારવું જોઈએ.
દસ વર્ષની વયે એમણે દીક્ષા અંગીકારી હતી, અત્યારે એમની ઉમર ૫૮ વર્ષની છે; એટલે એમના દીક્ષાપર્યાયને ૪૮ વર્ષ થયાં. આ બધો સમય સમર્પણભાવથી પોતાના ગુરુની સેવામાં અને આજ્ઞાપાલનમાં, તેમ જ જ્ઞાન-ધ્યાનપૂર્વક સંયમની આરાધના કરવામાં વિતાવ્યો. વળી, તેઓ પોતાથી જુદા કે વિરોધી વિચાર ધરાવનારની વાત પણ શાંતિથી સમજી-સાંભળી શકે છે અને પોતાની વાત સામી વ્યક્તિને ધીરજથી સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ બીના એમની સત્યનિષ્ઠા અને સમભાવની સાધનાની કીર્તિગાથા બની રહે એવી છે.
પંદરેક વર્ષ પહેલાં એક જાપાનીઝ બૌદ્ધ વિદ્વાનું ભારત આવ્યા હતા અને તેઓ આચાર્ય તુલસીજીને મળ્યા હતા. જાપાનમાં બૌદ્ધ ધર્મ સારા પ્રમાણમાં પ્રચલિત છે, અને એની સાધનામાં ધ્યાનને ઘણું મહત્ત્વ અપાતું હોવાથી એ “ઝેણ બુદ્ધિઝમતરીકે ઓળખાય છે. એમણે આચાર્ય તુલસીજીને પૂછ્યું “ધ્યાન-સાધના ભારતનો પોતાનો વારસો હોવા છતાં તમારા દેશમાં એ સાધનાની કેમ ઉપેક્ષા થાય છે ?” આચાર્યશ્રીએ કહ્યું : “તમારી વાત સાચી છે. પણ હવે અમે એ તરફ ધ્યાન આપવાના છીએ.” અને પછી સાચે જ, તેરાપંથમાં ધ્યાનસાધનાને સજીવન કરવાના નિષ્ઠાભર્યા પ્રયાસો શરૂ થયા. આ પ્રયાસમાં યુવાચાર્યનો ફાળો ઘણો મોટો છે; એ દિશામાં તેઓએ પોતે પણ નોંધપાત્ર પ્રગતિ સાધી છે.
આવા સત્ય, સમતા અને સહિષ્ણુતાના સમર્થ ઉપાસક મુનિવર પોતાના ઉપર મૂકવામાં આવેલી નવી જવાબદારીને પૂરેપૂરી અને સારી રીતે અદા કરતાં વધુ આત્મસંપન્ન પણ બનશે એમાં શંકા નથી.
(તા. ૨૪-૨-૧૯૭૯)
(૨૦) શાસન-સુભટ આચાર્ય શ્રી વિજપૂર્ણાનંદસૂરિજી
જેમ સાચા મિત્રની પરીક્ષા આપત્તિમાં થાય છે (માપ મિત્ર નાનીતિ), તેમ ધર્મસંઘના નાયકની શક્તિ, ભક્તિ, નિર્ભયતા, નિષ્ઠા, વફાદારીની કસોટી ધર્મશાસન ઉપર સંકટ આવી પડ્યું હોય ત્યારે હિંમતપૂર્વક અને જાનના જોખમે સંકટનો સામનો કરવામાં જ થાય છે. આવા સંઘનાયકો બહુ વિરલ જોવા મળે છે.
સ્વર્ગસ્થ આચાર્ય શ્રી વિજયપૂર્ણાનંદસૂરિજીએ પોતાના દાદાગુરુ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ, આઝાદી વખતે દેશના ભાગલા પડ્યા ત્યારે, સને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org