________________
અમૃત-સમીપે
જ્યોતિશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્ર જેવા વિષયમાં પણ નોંધપાત્ર જાણકારી મેળવી હતી. આને લીધે તેઓ ધર્મકાર્યો માટેનાં મંગળ મુહૂર્તો પણ કાઢી શકતા હતા. દીક્ષા લીધા પછી જ્યારે તેઓને પોતાના વડા દાદાગુરુ શાસનસમ્રાટ્ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીને, સરખેજ મુકામે, પહેલવહેલાં મળવાનું થયું, ત્યારે તેમની બુદ્ધિપ્રતિભા, નિર્ભયતા તેમ જ જિજ્ઞાસાની સૂરિસમ્રાટશ્રીના મન ઉપર એવી ઘેરી અસર પડી કે જેથી તેઓ ધુરંધરવિજયજીના અભ્યાસ અને વિકાસ માટે સતત ધ્યાન અને માર્ગદર્શન આપતા રહ્યા. તો આવા એક આશાસ્પદ અણગાર ઉપર એમના દાદાગુરુ શ્રી વિજયઅમૃતસૂરિજીની અપાર કૃપા સતત વરસતી રહે એમાં તો શી નવાઈ ? સમય જતાં ધુરંધરવિજયજી પોતાના દાદાગુરુના સંપૂર્ણ વિશ્વાસપાત્ર અને પ્રીતિના ભાજન જ નહીં, પણ એમના અંગત સલાહકાર પણ બની ગયા હતા !
૨૦૨
વિ.સં. ૨૦૨૧ની સાલમાં મુંબઈમાં ખૂબ મોટા ઉત્સવપૂર્વક તેઓને આચાર્યપદવી અર્પણ કરવામાં આવી હતી. તેઓના ઉપદેશથી અનેક જિનાલયો, ધર્મોત્સવો, અંજનશલાકાઓ, પ્રતિષ્ઠાઓ, ઉપધાન વગેરે ધર્મકાર્યો સારા પ્રમાણમાં થવા પામ્યાં હતાં. છેલ્લે-છેલ્લે તેઓશ્રીએ ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણમહોત્સવ જેવા અપૂર્વ અવસરને ચિરસ્મરણીય બનાવવા માટે ગિરિરાજ શત્રુંજય ઉપર એક આલિશાન કીર્તિસ્તંભ તથા એની સાથે ખૂબ મોટો સુઘોષા ઘેંટ સ્થાપન કરવાની યોજના કરાવીને એનું મુહૂર્ત પણ કરાવ્યું હતું. એમનું આ અધૂરું કાર્ય હવે શ્રીસંઘે પૂરું કરવાનું રહે છે.
તેઓએ અનેક વ્યક્તિઓને સિદ્ધચક્રપૂજન વગેરે પૂજનોના વિધિવિધાનો શિખવાડીને આવાં પૂજનો ભણાવવાની પ્રથાને ઘણું પ્રોત્સાહન આપ્યું હતું.
પોતાના પિતાગુરુ પંન્યાસ શ્રી પુણ્યવિજયજીની દસેક વર્ષ જેટલી લાંબી માંદગી દરમ્યાન તેઓએ વિશ્રામણાપૂર્વક* જે સેવા કરી હતી તેની આજે પણ જાણકારો મુક્તપણે પ્રશંસા કરે છે.
શાસનસમ્રાટ્નીની સાથે તેઓએ વિ.સં. ૨૦૦૫નું ચોમાસું મહુવામાં કર્યું હતું. આ વખતે તેઓએ શાસનસમ્રાટની અંતિમ અવસ્થામાં તેઓની જે ભક્તિ કરી હતી, તેથી તેઓ તરફનો શાસનસમ્રાટનો અનુરાગ વધી ગયો. એ જ વર્ષમાં દિવાળીના પર્વ-દિવસે શાસનસમ્રાટશ્રી કાળધર્મ પામ્યા તેના આગલા દિવસે, મુનિ ધુરંધરવિજયજીએ તેમને જે સ્થિરતાપૂર્વક પાક્ષિક પ્રતિક્રમણ કરાવ્યું હતું તેથી પ્રસન્ન થઈને તેમણે કહ્યું હતું : “આજ મેરેકો ધુરંધરને પખ્ખીપ્રતિક્રમણ અચ્છા કરાયા.” ધુરંધરવિજયજીને માટે આ, સંયમસાધનાની ધન્યતાનો યાદગાર પ્રસંગ બની ગયો.
આચાર્યશ્રીએ પોતાની મર્મગ્રાહી અને જીવનસ્પર્શી વિદ્વત્તાનો લાભ જૈનસંઘને બે રીતે આપ્યો હતો : એક તો, અવારનવાર સૂરત, પાલીતાણા, મુંબઈ * વિશ્રામણા -- ચંપી વગેરે શારીરિક પરિચર્યા (સં.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org