________________
૨છે.
અમૃત-સમીપે આવા અસાધ્ય વ્યાધિની જાણ થયા પછી, મોટા ભાગના માનવીઓ એક બાજુ મનથી ભાંગી પડીને સાવ નિરાશ થઈ જાય છે, ને બીજી બાજુએ એ કાળઝપાટામાંથી ઊગરવા માટે એલોપથીના અતિ ખર્ચાળ એવા કંઈ-કંઈ ઇલાજ કરવામાં કશી ખામી રહેવા દેતા નથી. સામાન્ય વસ્તુસ્થિતિ આવી હોવા છતાં, સ્વર્ગસ્થ આચાર્યશ્રીએ આ બંને વૃત્તિઓ ઉપર જે કાબૂ મેળવી બતાવ્યો, તે એમની ૪૬-૪૭ વર્ષ લાંબી સંયમયાત્રાની સફળતાની કીર્તિગાથા બની રહે તેવો, તેમ જ સૌકોઈ સાધકો માટે દાખલારૂપ છે.
ત્રણેક વર્ષ પહેલાં તેઓ પાલીતાણામાં બિરાજતા હતા, ત્યારે તેમના ગળાની બહાર જમણી બાજુ એક ગાંઠે દેખા દીધી. મુંબઈના કેન્સરના નિષ્ણાત ડૉક્ટરે પૂરેપૂરી તપાસ કર્યા પછી નિદાન કર્યું કે આ ગાંઠ કૅન્સરની છે, અને એને માટે તાત્કાલિક ઇલાજો હાથ ધરવા જોઈએ. આ વાતની પોતાને જાણ થયા પછી પણ, આચાર્યશ્રી ન તો મૂંઝાયા કે ન તો એમણે દર્દ સામે એલોપથીના ઉપચાર શરૂ કરવાની કોઈ તત્પરતા દાખવી. એમણે તો અતિ આકરા પથ્થસેવન સાથે આયુર્વેદિક ઉપચાર એક વૈદ્યની દેખરેખ નીચે શરૂ કર્યા, અને બે-એક વર્ષ જેટલા લાંબા સમય સુધી એ ઉપચારો એમણે ચાલુ જ રાખ્યા. પણ જ્યારે દર્દ વધારે ભયંકર અને કાબૂ બહાર જતું લાગ્યું, ત્યારે જ અમદાવાદમાં એમણે મુંબઈ અને અમદાવાદના કેન્સરના નિષ્ણાત ડૉક્ટરોની સલાહ મુજબ એલોપથીના ઉપચાર શરૂ કર્યા. છેવટે એ ઉપચાર દરમ્યાન જ તેઓ કાળધર્મ પામ્યા.
કાળધર્મ ક્યારે, ક્યાં અને કેવી રીતે થાય એ તો ઉપાર્જિત કર્મની બાજી જ ગણાય છે; પણ ખરી મહત્તા તો ઉગ્ર આધિ-વ્યાધિ-ઉપાધિના સમયમાં પણ સ્વસ્થતાને જાળવી રાખવાની કળાની જ છે. આચાર્યશ્રીએ પોતાની જાગૃત, નિર્મળ અને જીવનસ્પર્શી સંયમસાધનાના બળે આ કળા સારી રીતે હસ્તગત કરી હતી, અને તેથી તેઓ ઉત્તરોત્તર વધુ ને વધુ અસહ્ય બનતા જતા કેન્સરને પણ શાંતિ, સમતા અને સહનશીલતાથી બરદાસ્ત કરી શક્યા હતા. આ
કેન્સરનું નિદાન થયા પછી પણ એમણે પાલીતાણાથી અમદાવાદ તરફ વિહાર ડોળીમાં કરવાને બદલે પગે ચાલીને જ કર્યો હતો. અને ઝડપથી અમદાવાદ પહોંચવાને બદલે સુરેન્દ્રનગર, શંખેશ્વર જેવાં સ્થાનોમાં સ્થિરતાપૂર્વક રહીને પોતાનું, તેમ જ ધર્મબોધ દ્વારા શ્રીસંઘનું પણ વિશેષ કલ્યાણ કર્યું હતું. આવા ઉગ્ર દઈની સામે ચિત્તની આવી સ્વસ્થતા ખરેખર અતિ વિરલ અને સૌ કોઈની દાદ માગી લે એવી ઘટના ગણાય. જ્યારે પણ કોઈ પૂછતું ત્યારે તેઓ મસ્તીપૂર્વક એવો જ જવાબ આપતાં કે “ઘણું સારું છે. ”
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org