________________
જૈન મુનિવરો
(૧) જ્યોતિર્ધર ઉપાધ્યાય યશોવિજયજી
ઇતિહાસે તો મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનો જન્મદિન કે સ્વર્ગવાસ-દિન અંગે પોતાનો નિશ્ચિત મત નથી દર્શાવ્યો, પણ જનપ્રવાદે એમના સ્વર્ગવાસ-દિન તરીકે મૌન-એકાદશીના દિવસને પોતાના અંતરમાં સંઘરી રાખ્યો છે. એટલે બીજો નિશ્ચિત દિવસ આપણને ન મળે ત્યાં લગી આપણા આ મહાન જ્યોતિર્ધરનું પુણ્ય-સ્મરણ-કીર્તન કરવા માટે આ દિવસને સ્વીકારીએ એ સર્વથા ઉચિત છે. આમ કરવામાં આપણો મુખ્ય આશય તો, ઇતિહાસ પ્રત્યે લેશ પણ ઉપેક્ષાભાવ સેવ્યા વિના, આપણા આ પરમ ઉપકારી મુનિપુંગવના શીલ અને પ્રજ્ઞાથી જળહળતા વ્યક્તિત્વનું સ્મરણ કરીને આપણા જીવનને સાચે માર્ગે વાળવાનો વિચાર કરવો એ જ છે.
એક બાજુ આપણને, હજુ અઢીસો-ત્રણસો વર્ષ જેટલા નજીકના સમયમાં જ થઈ ગયેલા મહોપાધ્યાયજીના જીવનનો – જીવનની મુખ્ય-મુખ્ય ઘટનાઓનો પણ – કડીબદ્ધ ઇતિહાસ નથી મળતો એનો રંજ થાય છે; તો બીજી બાજુ પોતે ઢગલાબંધ સાહિત્યનું સર્જન કરવા છતાં પોતાની જીવનગાથાને ગ્રંથસ્થ કરવાની વૃત્તિથી સર્વથા અળગા રહેનાર મહોપાધ્યાયજીની નિરીહતા (નિઃસ્પૃહતા) જાણી ભારે આનંદ અને આદર ઊપજે છે.
અનેક ભાષાઓમાં વિવિધવિષયક તલસ્પર્શી ગ્રંથોનું મહોપાધ્યાયજીએ જે સર્જન કર્યું છે, તે જોતાં લાગે કે એમની વિદ્વત્તા અગાધ હતી. દિગ્ગજ વિદ્વાનોના
મક
આ વિભાગના ચૌદમા લેખ પછી મૂકવા ધારેલો મુનિશ્રી વલ્લભદત્તવિજયજી અંગેનો લેખ સંજોગવશાતું આ પુસ્તકને અંતે પુરવણીરૂપે મૂક્યો છે. સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org