________________
આચાર્ય વિજયપ્રતાપરિજી
૨૦૫ સુમધુર તથા હૃદયસ્પર્શી ધર્મપ્રવચન મદનજીને વશ કરી ગયું; અને ધનની કમાણી કરવા મુંબઈ ગયેલ મદનજીનું અંતર ધર્મની કમાણી કરવા ઝંખી રહ્યું, અને તપત્યાગ-વૈરાગ્યની આરાધના માટે દીક્ષા ગ્રહણ કરવાની ભાવના એમના રોમરોમમાં પ્રસરી ગઈ. છેવટે એમની એ ભાવના ફળી. વિ. સં. ૧૯૯૩ના જેઠ સુદિ ૧૦ના રોજ, ઉત્તર ગુજરાતમાં લીંચ ગામમાં મદનજીએ મુનિરાજશ્રી પદ્મવિજયજી પાસે, મુનિશ્રી મોહનવિજયજીના શિષ્ય તરીકે, ભાગવતી દીક્ષા ગ્રહણ કરી.
અને પોતાની સંયમયાત્રાને સફળ બનાવવા તેઓ ગુરુની ભક્તિ, શાસ્ત્રોનો અભ્યાસ અને સાધુધર્મની ક્રિયાઓનું આરાધન – એ ધર્મત્રિવેણીમાં એકાગ્રતાથી લાગી ગયા. એ પછી તો, સમય પાકે અને આંબો ફળે એમ એમને વિ. સં. ૧૯૭૯માં સૂરતમાં પંન્યાસપદ, વિ. સં. ૧૯૮૫માં વડોદરામાં ઉપાધ્યાયપદ અને વિ. સં. ૧૯૯૨માં પ્રભાસપાટણમાં આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યાં; સાથે-સાથે ધર્મતત્ત્વવેત્તા મુનિરાજશ્રી ધર્મવિજયજી (વર્તમાન આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી) જેવા સમર્થ અને પ્રભાવશાળી શિષ્ય-પ્રશિષ્યોની એમની સંપદા પણ વધતી ગઈ.
તેઓના તથા એમના પટ્ટધર આચાર્ય આદિના ઉપદેશ અને પ્રેરણાથી મુંબઈમાં તથા બીજાં અનેક સ્થાનોમાં જે ધર્મકાર્યો અને સમાજસેવાનાં કાર્યો થયાં છે, તેની વિગતો માટે તો એક મોટું પુસ્તક જ લખવું પડે ! આચાર્યશ્રીની એક વિશેષતાની અહીં નોંધ લેવી ઘટે છે. સંયમસાધનાની શરૂઆતમાં જેમ તેઓએ પોતાનું વ્યક્તિત્વ ગુરુમાં સમાવી દીધું હતું, તેમ સંઘ અને સમુદાયના નાયક થયા પછી પોતાના સુયોગ્ય પટ્ટધર આચાર્ય વગેરેની ઉન્નતિમાં અને બધાં સત્કાર્યોનો યશ એમને આપવામાં જ એમણે આનંદ અનુભવ્યો હતો. આમ પોતાના વ્યક્તિત્વને લુપ્ત કરી નાખવાનો તેમનો સ્વભાવ સદાને માટે આદરણીય બની રહેશે.
જીવનની સંધ્યાના અવસરે તેઓએ, મોટા સંઘ સાથે, મુંબઈથી શત્રુંજય મહાતીર્થની અને શત્રુંજયથી ગિરનાર તીર્થની યાદગાર યાત્રાઓ કરી; અને ગિરનાર ની યાત્રા પછી થોડા જ દિવસે, જાણે તેઓની સંયમયાત્રાનો અવધિ પૂરો થયો હોય એમ તેઓ તા. ૩૧-૩-૧૯૭૮ના રોજ માંગરોળ મુકામે મહાયાત્રાએ સંચર્યા !
(તા. ૮-૪-૧૯૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org