________________
૨૧૨
અમૃત-સમીપે કરવાની મળેલી આવી અમૂલ્ય તકનો બને તેટલો વધુ લાભ લેવા માટે તેઓ જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં ખૂબ તન્મય બની ગયા.
જ્ઞાનની સાધનાથી એમનું હૃદય સ્વ-પર-ધર્મનાં શાસ્ત્રોના પ્રકાશથી આલોકિત થયું અને વાણી સત્યપરાયણ, સરળ, મધુર અને આકર્ષક બની ગઈ.
મુનિવર્ય શ્રી પદ્મસાગરજીએ અનેક ચોમાસાં રાજસ્થાનમાં કરીને ત્યાંના જૈન –સંઘ તેમ જ સામાન્ય જનસમૂહની ખૂબ ભક્તિ અને ચાહના મેળવી હતી. આજે પણ તેઓ એ પ્રદેશની આવી જ ધર્મપ્રીતિને ટકાવી રહ્યા છે. ખરેખર તો, તેઓ જ્યાં-જ્યાં વિચર્યા છે અને રહ્યા છે, ત્યાંની જૈન-જૈનેતર જનતાના હૃદયમાં સદાને માટે વસી ગયા છે – ભલે પછી એ રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર કે બીજો કોઈ પણ પ્રદેશ હોય. એનું કારણ છે હૃદયની વિશાળતા, સરળતા, ગુણગ્રાહિતા, નમ્રતા, નિખાલસતા, વિવેકશીલતા, વત્સલતા, પરગજુવૃત્તિ જેવા સાધુજીવનને ખિલવનારા એમના ગુણો.
શ્રી પાસાગરજી મહારાજનાં છેલ્લાં પાંચ ચાતુર્માસ જેમ જૈનસંઘ તેમ જ જનસમુદાયને માટે વિશેષ ઉપકારક નીવડ્યાં છે, તેમ એમની પોતાની લોકચાહનામાં પણ વિશેષ અભિવૃદ્ધિ કરનારાં નીવડ્યાં છે.
અધ્યયનપરાયણ સાધ્વીજીશ્રી સુલોચનાશ્રીજી-અનુવાદિત “શ્રી હિરસૌભાગ્ય મહાકાવ્યનો પ્રકાશન-સમારોહ પોતાની નિશ્રામાં થવા દઈને મહારાજશ્રીએ આપેલો પોતાના દિલની વિશાળતાનો પરિચય દાખલારૂપ ગણાય.
વિ. સં. ૨૦૩૦ના વસંતપંચમીના દિવસે તેઓને ગણિપદવી આપવામાં આવી હતી. વિ. સં. ૨૦૩૦નું ચોમાસું મહારાજશ્રીએ મુંબઈમાં ગોવાલિયા ટેંક રોડ જૈનસંઘમાં કર્યું હતું. આ વખતે દર રવિવારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિશાળ સભાખંડમાં યોજાતાં મહારાજશ્રીનાં જાહેર વ્યાખ્યાનો ખૂબ લોકપ્રિય બન્યાં હતાં, અને લોકોએ એનો ખૂબ લાભ લીધો હતો.
મુંબઈનાં બંને ચાતુર્માસ દરમ્યાન એમને આચાર્ય-પદવી આપવાની જોરદાર વિનંતી કરવામાં આવી હતી, પણ એ માટેનો સમય હજુ પાક્યો ન હતો.
ચોમાસા બાદ મહારાજશ્રી વિહાર કરીને પાલીતાણા ગયા અને ગિરિરાજની યાત્રા કરીને પોતાના દાદાગુરુ તથા ગુરુવર્યના પગલે-પગલે, જામનગર ગયા. જામનગરમાં આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીની નિશ્રામાં ત્રણ ધર્મપ્રસંગો ઊજવાયા : પંન્યાસજી શ્રી કલ્યાણસાગરજીને આચાર્ય-પદવી, મુનિરાજ શ્રી પદ્મસાગરજી ગણીને પંન્યાસપદવી અને કોલ્હાપુરનિવાસી ભાઈ દિલીપકુમારને દીક્ષા આપવામાં આવી; એમનું નામ મુનિ દેવેન્દ્રસાગરજી રાખવામાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org