________________
આચાર્ય વિજયયશોદેવસૂરિજી
૨૧૩ આ ઉત્સવ દરમ્યાન જ આચાર્ય મહારાજ શ્રી કૈલાસસાગરસૂરિજીએ પોતાના વ્યાખ્યાનમાં જાહેર કર્યું હતું કે વિ. સં. ૨૦૩૨નું ચોમાસુ પૂરું થયા બાદ, પોતાના પ્રશિષ્ય પદ્મસાગરજી ગણીને મહેસાણાના શ્રી સીમંધરસ્વામી તીર્થમાં આચાર્ય-પદવી આપવામાં આવશે. આ વાત જાણી સૌ ખૂબ રાજી થયા હતા.
આ પછી પંન્યાસ શ્રી પદ્મસાગરજી વિ. સં. ૨૦૩રના ચોમાસા માટે અમદાવાદ પધાર્યા હતા અને એ ચોમાસુ ઉસ્માનપુરામાં કર્યું હતું. ઉસ્માનપુરા જૈન-સંધે, અમદાવાદના સંઘના ભાઈઓ-બહેનોએ તેમ જ અમદાવાદની જાહેર જનતાએ મહારાજશ્રીની હૃદયસ્પર્શી ધર્મદેશનાનો ખૂબ લાભ લીધો હતો.
મહારાજશ્રીની વાણીમાં ખંડનમંડન, ટીકા-ટિપ્પણી કે રાગદ્વેષનો અભાવ, તેમ જ સરળતા, મધુરતા, મોતીની માળા જેવી પ્રભા અને ધર્મપરાયણતાનાં જે આફ્લાદક દર્શન થાય છે એ એમની જીવનસાધનાનું જ પ્રતિબિંબ ગણાય.
આવા જીવનના અને વાણીના યશસ્વી સાધક મુનિવરને, એમની આચાર્યપદવીના ગૌરવભર્યા પ્રસંગે, આપણી અંતરની અનેકાનેક વંદના !
(તા. ૧૮-૧૨-૧૯૭૬)
(૨૯) આત્મલીન તપતિતિક્ષા-લીન આચાર્ય
શ્રી વિજયયશોદેવસૂરિજી
મરજીવો મહાસાગરનાં અગાધ જળ વીંધીને સાગરને તળિયે પહોંચવાનું સાહસ ખેડે છે. એ જાણે છે કે અંદર વિશાળકાય મચ્છો અને મગરો જેવાં – માનવીને આખો ને આખો ગળી જાય એવાં – જાનવરો વસે છે. માનવી ભૂલો પડીને કાળનો કોળિયો બની જાય એવાં વેલા અને વનસ્પતિઓ તેમ જ બીજા અવરોધોનો પણ કંઈ પાર નથી. અને છતાં એ જીવનું જોખમ ખેડે છે. એ જાણે છે કે આવા જીવસટોસટના સાહસનું ફળ લાખેણાં મોતીઓની પ્રાપ્તિ રૂપે આવવાનું
જેવો મરજીવો એવો જ આત્મસાધક. દુનિયામાં યુદ્ધવીર તો લાખો મળે, પણ આવા જાત સાથે યુદ્ધ આદરનારા આત્મવીર તો વિરલા જ મળે.
તેમાં ય ઘરસંસારને સાકર જેવો મીઠો બનાવતાં સુખવૈભવ અને સંપત્તિ પુષ્કળ હોય અને હામ-દામ-ઠામથી ઘર ભર્યું ભર્યું હોય, તો તો કુટુંબકબીલાને છોડીને આત્માના સાક્ષાત્કારનો સીધાં ચઢાણ જેવો અતિ દુષ્કર માર્ગ સ્વીકારનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org