________________
૧૮૮.
અમૃત-સમીપે નાનપણમાં એમણે અમદાવાદની વિદ્યાશાળામાં શ્રી સુબાજી રવચંદ જેચંદની પાસે ધાર્મિક અભ્યાસ કરેલો. શ્રી સુબાજી ભારે ધર્મપ્રેમી અને સારા શ્રોતા લેખાતા. એ લગભગ ૩૦૦ વિદ્યાર્થીઓને ધાર્મિક શીખવતા, અને ધાર્મિક સંસ્કાર દઢ કરાવતા. ચુનીલાલની ધર્મશ્રદ્ધામાં સુબાજીના શિક્ષણનો પણ નોંધપાત્ર હિસ્સો હતો.
ચુનીલાલ ૧૮-૨૦ વર્ષની ઉંમરના થયા, અને સૌનાં માતાપિતાની જેમ એમનાં માતાપિતાને પણ એમનાં લગ્નના લ્હાવો લેવાના મનોરથ થવા લાગ્યા. પણ ચુનીલાલનો આત્મા તો વૈરાગ્યનો ચાહક હતો; એટલે એમનું મન સહજ રીતે લગ્નની દિશામાં કેવી રીતે વળે ? માતાપિતા અને કુટુંબીઓને સંસાર ખપતો હતો, પુત્રને સંયમની તાલાવેલી લાગી હતી : એ બેનો ફડચો કોણ લાવી આપે ?
યૌવનમાં ડગ માંડતી વીસેક વર્ષની વયે આ પ્રશ્ન ઉગ્ર બન્યો : વડીલો કહે પરણાવ્યા વગર રહીએ નહીં, પુત્ર કહે હું પરણું નહીં. છેવટે માતા-પિતાની આજ્ઞાને ચુનીલાલે શિરોધાર્ય કરી અને અમદાવાદમાં જ આકાશેઠ-કૂવાની પોળમાં રહેતા ખરીદિયા કુટુંબનાં ચંદનબહેન સાથે એમનાં લગ્ન થયાં. ચંદનબહેન ચુનીલાલ કરતાં ફક્ત છ મહિને જ નાનાં હતાં; એ પણ ખૂબ ધર્મપ્રેમી.
લગ્ન તો કર્યો, પણ અંતરનો વૈરાગ્ય દૂર ન થયો. બે-ત્રણ વર્ષનું ગૃહસ્થ જીવન ભોગવ્યું-ન ભોગવ્યું અને વળી પાછી વૈરાગ્યની ભાવના તીવ્ર બની ગઈ. એ તેવીસ વર્ષની ભર યુવાન વયે ચુનીલાલે તો નિશ્ચય જ કરી લીધો હતો કે હવે તો સંયમ લીધે જ છૂટકો.
પાછો ઘરમાં ગજગ્રાહ શરૂ થયો. માતાપિતા અને અન્ય કુટુંબીઓએ ખૂબ વિરોધ કર્યો : આમ દીક્ષા લે તો એમની પત્નીની શી સ્થિતિ થાય ? કામગરા ચુનીલાલ ઉપર મોટા ભાઈને ખૂબ હેત; એમને તો ચુનીલાલ ચાલ્યા જાય તો પોતાની એક ભુજા કપાયા જેવું દુઃખ થાય. એટલે વિરોધમાં એ સૌથી મોખરે. પણ ચુનીલાલનો આગ્રહ કુટુંબીઓના આગ્રહથી ચડી જાય એવો હતો.
કુટુંબીઓએ અને બીજાઓએ ચુનીલાલને બહુ બહુ સમજાવ્યા – ધાકધમકી પણ આપી; પણ ચુનીલાલ કોઈ રીતે માન્યા નહીં. એક દિવસ તો પોતાની મેળે મસ્તકનું મુંડન કરાવીને એમણે સાધુવેષ પણ પહેરી લીધો ! કુટુંબીઓ સામે થયા તો ત્રણ દિવસ લગી ભૂખ્યાતરસ્યા એક ઓરડામાં ભરાઈ રહેવાનું એમણે મંજૂર રાખ્યું, પણ પોતાનો નિર્ણય ન છોડ્યો. છેવટે સૌને થયું કે આ વૈરાગી આત્મા હવે કોઈ રીતે ઘરમાં રહેશે નહીં. લગ્ન-પ્રસંગે માતા-પિતાનો આગ્રહ સફળ થયો હતો, તો આ વખતે ચુનીલાલનો નિર્ણય સૌને મંજૂર રાખવો પડ્યો. આ સંકલ્પબળ એમના સમગ્ર જીવનમાં વ્યાપી ગયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org